કરીના કપૂર અને કરિશ્મા કપૂર વેકેશન કરવા લંડનમાં ગયા છે. કરિશ્મા તેના બે બાળકો સાથે અને કરીને પોતાના દીકરા તૈમુર સાથે લંડન ગયા છે. તેઓએ પોતાના સોશ્યિલ મીડિયા પર પોતાના ફોટાઓ શેર કર્યા હતા. આ ફોટાઓ ખુબજ વાઇરલ થઇ રહ્યા છે. તેમને એક ફોટોમાં કરીના અને કરિશ્માએ નીતા અંબાણી સાથે ફોટો પડાવ્યો હતો. નીતા અંબાણી હાલમાં રમાયેલી ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ જોવા લંડન ગયા હતા. આ ફોટો ખુબ જ વાઇરલ થયો છે.
કરિશ્મા કપૂરે પણ આ ફોટા ઇન્સ્ટાગ્રામમાં શેર કરતા લખ્યું છે કે ખૂબસૂરત બપોર. #LondonDiaries. આ ફોટામાં કરિશ્મા કપૂરે સફેદ અને કાલા રંગની લાઈન વાળું ટોપ અને વાદળી રંગની ડેનિમ પહેરી છે. કરિનાની વાત કરી એ તો તેમને કાળા રંગનું ટી-શર્ટ અને વાદળી રંગની ડેનિમ પહેરી છે. નીતા અંબાણીએ સફેદ રંગનો આઉટફિટ પહેર્યો છે. આ બંને બહેનો નીતા અંબાણીની ઘરે થતા દરેક પ્રસંગમાં હાજર રહે છે.
કામની વાત કરીએ તો કરિના ‘ગુડ ન્યુઝ’ ફિલ્મ માં જોવા મળશે. આ ફિલ્મમાં કરિનાની સાથે અક્ષય કુમાર, કિયારા અડવાણી અને દિલજિત દોસાંજે મુખ્ય ભૂમિકા બજાવી છે. સેફ અલી ખાને પોતાનું આવનારી ફિલ્મ જવાની જાનેમનની શૂટિંગ ચાલુ કરી દીધી છે. ગણતરીના સમય પહેલા જ તેમની વેબ સિરીઝ ‘સેક્રેડ ગેમ 2’ રિલીઝ થઇ હતી. તેમાં સૈફે ખુબ જ સારો રોલ નિભાવ્યો છે. તેમને તેમે સારી સફળતા પણ મળી છે.
કરિશ્માની વાત કરીએ તો તેઓ વેબ સિરીઝમાં ડેબ્યુ કરશે . તેમની આ પહેલી વેબ સિરીઝ છે. આ સીરીઝ એક માં અને તેના છોકરાઓની કહાની છે. પ્રોડ્યુસર એકતા કપૂરે આ વેબ સિરીઝની જાહેરાત માતૃ દિવસના પોતાના સોશ્યિલ મીડિયા પર શેર કરતા જણાવ્યું હતું કે ” આ શો મારે માટે ખાસ છે કેમકે આપણને એવું લાગે છે કે અમે માતૃત્વ બતાવવા માટે સક્ષમ છીએ. અમારી આ સુપર મોમ્સને મળવા માટે તૈયાર થઇ જાવ.”
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks