કરીના કપૂર ખાનની ઘરની સામે બહુમાળી ઇમારતમાં લાગી આગ, મચી ગઇ અફરા-તફરી- ફાયરબ્રિગેડની ગાડીઓનો કાફલો જુઓ

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર સોશિયલ મીડિયા પર અવાર નવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ તે પટૌડી પેલેસમાં વેકેશન એન્જોય કરી તેના પતિ સૈફ અલી ખાન અને બે દીકરાઓ તૈમુર અને જેહ સાથે મુંબઇ પરત ફરી છે. આ દરમિયાન સૈફ પરિવારને એરપોર્ટ પર પેપરાજીઓ દ્વારા સ્પોટ કરવામાં આવી હતી. હાલ કરીના કપૂરને લગતી એક મોટી ખબર સામે આવી રહી છે. કરીના કપૂરના બ્રાંદ્રા સ્થિત ઘરની સામે એક બહુમાળી બિલ્ડિંગ આવેલી છે અને આ બિલ્ડિંગના ઉપરના ફ્લોર પર અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગતા સનસની મચી ગઇ હતી.

આ દરમિયાનનો વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરણ ભયાણીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તે કરીના કપૂરને પોતાના કેમેરામાં કેદ કરવા માટે કરીના કપૂરના ઘરની બહાર હતો ત્યારે તેણે આ ઘટના જોઇ અને કેદ કરી લીધી. તે બાદ તેણે આ દુર્ઘટનાને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટા હેન્ડલ પર શેર કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ઇટાઇમ્સના અહેવાલ અનુસાર અભિનેત્રી રકુલ પ્રીત સિંહની બિલ્ડિંગના 12માં માળે આગ લાગી હતી અને  આ ઘટના આજ સવારની હતી. જો કે, આ આગને કારણે રકુલના ઘરને કોઇ નુકશાન થવાના અહેવાલ હાલ નથી. આ આગ પર રકુલ પ્રીત સિંહનું કોઇ ઓફિશિય સ્ટેટમેંટ સામે આવ્યુ નથી. આગને કારણે ફાયરબ્રિગેડનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

હાલ તો આ આગ કેવી છે વિકરાળ છે કે નહિ ? તે બાબતે કોઇ માહિતી સામે આવી નથી. આગ લાગવાનું કારણ પણ હાલ અકબંધ છે. જણાવી દઇએ કે, કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનું આ ઘર બાંદ્રામાં છે અને તેઓ આ વર્ષે જ તેમના આ ઘરે રહેવા આવ્યા છે. તેમણે ચાર માળનું નવું ખરીદ્યુ હતુ અને જેહના જન્મ પહેલા જ તેઓ અહીં શિફ્ટ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina