બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન હાલ પોતાની આગામી ફિલ્મ ગુડ ન્યૂઝના પ્રમોશનમાં વ્યસ્ત છે, સાથે જ તેનો રેડિયો શો વોટ વુમન વોન્ટ પણ શરુ થઇ ગયો છે, ત્યારે આ શોના પહેલા એપિસોડમાં મહેમાન બનીને તેમની સાસુ અને અભિનેત્રી શર્મિલા ટાગોરને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

રેડિયો શો વોટ વુમન વોન્ટમાં કરીનાએ પોતાના સાસુને ઘણા મજેદાર સવાલો પૂછયા હતા અને શર્મિલાએ પણ જોરદાર જવાબ આપ્યા હતા. આ શોમાં બંને ખૂબ જ પ્રોફેશનલ અંદાજમાં જોવા મળી હતી જયારે રોયલ પરિવારની ઘણી વાતો પણ લોકો સામે આવી હતી.

આ શો દરમ્યાન કરીનાએ શર્મિલાને ઘણા સવાલો પૂછયા હતા, પણ એક સવાલ એ પણ પૂછ્યો હતો કે ચારે પૌત્ર-પૌત્રીઓ તૈમૂર, સારા, ઇબ્રાહિમ અને ઇનાયામાંથી શર્મિલા કોને સૌથી વધુ પસંદ કરે છે. તો આ સવાલનો ખૂબ જ સરસ જવાબ આપ્યો. તેમને કહ્યું – ‘મારે હજુ જીવવાનું છે અને હું સ્વાભાવિક રીતે જ કશું કમિટી નથી કરી શકતી. એ બધા જ એકબીજાથી અલગ છે. આ ખૂબ જ શાનદાર છે કે માત્ર બે યુવા પૌત્ર-પૌત્રી છે, અને બે ખૂબ જ નાના પૌત-પૌત્રી છે. સારાની ઇન્ટરવ્યૂમાં દેખાતી સ્માર્ટનેસ અને તેજ મગજ મને ખૂબ જ પસંદ આવે છે અને મને તેના પર ગર્વ છે, જયારે ઇબ્રાહિમ એક એવો છે કે જે સાચે જ પટૌડી લાગે છે. એ ટોલ છે અને ક્રિકેટ પણ રમે છે.’

નોંધનીય છે કે તાજતરમાં જ શર્મિલા ટાગોરે પરિવાર સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.