કરીના કપૂરે લાલ સિંહ ચઢ્ઢાના સેટ પર પહેરી એટલી મોંઘી ટી શર્ટ કે થઇ ગઇ ટ્રોલ, લોકોએ કહ્યુ- આટલા રૂપિયામાં તો હું 500 ખરીદી લઉં

જહાંગીરના મમ્મીની ટીશર્ટનો ભાવ અધધધધ….જાણીને ધ્રાસ્કો લાગશે

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન માતા બન્યા બાદથી ફરી એક વખત સક્રિય થઇ ગઇ છે. તેણે લાલ સિંહ ચઢ્ઢાના બાકી રહેલ શેડ્યુલનું શુટિંગ શરૂ કરી દીધુ છે. પ્રેગ્નેંસી દરમિયાન પણ તે કામ કરતી જોવા મળી હતી. હવે કામથી એક નાનો બ્રેક લીધા બાદ કરીનાએ વાપસી કરી લીધી છે. હાલમાં જ ફિલ્મના સેટથી કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં ફિલ્મના લીડ અભિનેતા આમિર ખાન સાથે જોવા મળી રહી છે.

કરીના કપૂર તેના ડ્રેસિંગ સેન્સને કારણે પણ ઓળખવામાં આવે છે. ફરી એકવાર તે તેના આઉટફિટને લઇને ચર્ચામાં આવી છે. કરીનાએ વ્હાઇટ કલરની સિંપલ ટી શર્ટ પહેરી હતી. જે ઘણા મોંઘી જણાવવામાં આવી રહી છે. કરીનાની ટી શર્ટની કિંમત જાણી લોકો હેરાન રહી ગયા છે. કરીના મુંબઇમાં સ્પોટ થઇ હતી.

તેનો મોર્નિંગ લુક ઘણો કેઝ્યુઅલ હતો. તેણે ગુચી બ્રાંડની સિંપલ ગ્રાફિક્સ ટી શર્ટ પહેરી હતી. આ સાથે જ તેણે બ્લેક કલરના ટાઇટ્સ, ઓરેન્જ સનગ્લાસેસ અને મેચિંગ બુટ્સ કેરી કર્યા હતા. કરીનાની આ ટી શર્ટની કિંમત 50 હજાર રૂપિયા હતી. જેને જાણ્યા બાદ સોશિયલ મીડિયા પર તે ટ્રોલ થઇ રહી છે. કરીના કપૂરની ટી શર્ટની કિંમત જાણી લોકો ચોંકી ગયા છે.

તે કહી રહ્યા છે કે, આટલા માં તો તે 500 ટી શર્ટ ખરીદી લે. એક યુઝરે લખ્યુ કે, રૂકી જાઓ કેટલાક દિવસોમાં લિકિંન રોડમાં મળશે 200 રૂપિયાની. ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યુ કે, સરોજિની માર્કેટમાં 350 રૂપિયાની મળી રહી છે મિત્રો. ગજબ વ્યવસ્થા છે. કરીના ઉપરાંત આમિર ખાનની વાત કરીએ તો, તેઓ રેડ ટી શર્ટ અને જીન્સમાં જોવા મળ્યા હતા.

કરીના કોઇ પણ ઓકેશન હોય તે સેંટર ઓફ એટ્રેક્શન રહી છે. અભિનેત્રીના બધા અંદાજ તેના પોતાનામાં નિરાલા છે અને તેની ફેશન સેંસની હંમેશા પ્રશંસા કરવામાં આવે છે. કરીના છેલ્લા ઘણા સમયથી ફિલ્મ લાલા સિંહ ચઢ્ઢામાં આમિર ખાન સાથે કામ કરી રહી છે. આ ફિલ્મ હોલિવુડની બ્લોકબસ્ટર ફિલ્મ “ધ ફોરેસ્ટ ગંપ”નું ઓફિશિયલ રીમેક છે. ફિલ્મની રીલિઝની ચાહકો રાહ જોઇ રહ્યા છે અને વર્ષ 2021ના અંત સુધીમાં તેના રીલિઝ થવાની પૂરી સંભાવના છે.

કરીનાના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે ફિલ્મ “ગુડન્યુઝ”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, કિયારા અડવાણી અને દિલજીત દોસાંજ જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સઓફિસ પર હિટ સાબિત થઇ હતી. હવે તે આમિર ખાન સાથે “લાલ સિંહ ચઢ્ઢા”માં જોવા મળશે.

કરીનાની પર્સનલ લાઇફની વાત કરીએ તો, કરીના કપૂર ખાને આ વર્ષે જ તેના બીજા દીકરા જહાંગીરને જન્મ આપ્યો છે. કરીના, સૈફ અને તેના બંને દીકરા સાથે ટ્રિપ પર પણ ગઇ હતી, જયાં તેણે ઘણુ એન્જોય કર્યુ હતુ.

Shah Jina