ગાર્ડે માર્યો સેલ્યુટ, કરીના કપૂર ખાને એવું કર્યું કે, યુઝર્સ બોલ્યા- કઇ વાતનો ઘમંડ ?
બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આ વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કર્યાની થોડી જ વારમાં વાયરલ પણ થઇ જતા હોય છે. ત્યારે કરીના કપૂર ખાન ઘણીવાર ટ્રોલર્સના નિશાના પર આવી જાય છે. સોશિયલ મીડિયા પર તે અવાર નવાર કોઇના કોઇ કારણસર ચર્ચામાં જોવા મળે છેે. પછી તે તેની ફેશન સેંસ માટે હોય કે પછી કોઇ શોકિંગ નિવેદન. હાલમાં જ અભિનેત્રી ઘરની બહાર નીકળી ગાડીમાં બેસતી જોવા મળી હતી.
આ દરમિયાન તેના હાથમાં મગ હતો. જયારે ગાર્ડે કરીનાને સેલ્યુટ માર્યુ તો તેણે ગાર્ડને ઇગ્નોર કરી દીધા. બસ પછી શું આ વાત પર કરીના ટ્રોલર્સના નિશાના પર આવી ગઇ. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, કરીનાએ બેજ કલરના ટાઇટ શોર્ટ્સ અને લોન્ગ ડેનિમ શર્ટ પહેર્યો છે, તેમજ વાળને બનમાં કેરી કર્યા છે. આ ઉપરાંત તેના હાથમાં મગ છે અને આંખો પર ગોગલ્સ લગાવેલા છે.
આ દરમિયાન સોશિયલ મીડિયા યુઝર્સે એક વસ્તુ નોટિસ કરી છે. કરીનાને ટ્રોલ કરતા નેટિજન્સ તેના એટિટયૂડ વિશે વાત કરી રહ્યા છે. જણાવી દઇએ કે, આ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, કરીનાને ગાર્ડ સેલ્યુટ મારી રહ્યા છે પરંતુ તે ઇગ્નોર કરી રહી છે. યુઝર્સનું કહેવુ છે કે, તેને કઇ વાતનો ઘમંડ છે કે ગાર્ડ તેને સેલ્યુટ મારી રહ્યા છે તો પણ તે ઇગ્નોર કરી ગાડી તરફ આગળ વધી રહી છે.
આ સાથે જ કેટલાક લોકો એ કહી રહ્યા છે કે, સેલિબ્રિટિઝ પોતાની જાતે ગાડીનો દરવાજો કેમ નથી ખોલતા ? કરીનાને ઘમંડી જણાવતા યુઝર્સ તેને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે, આનો એટિટયૂડ તો જુઓ. આની પાસે રિસ્પોન્ડ કરવાનો સમય જ નથી. આનાથી એવું લાગે છે કે તમારુ દિલ કેટલુ બેકાર છે.
એક અન્ય યુઝરે લખ્યુ કે, આને કઇ વાતનો ઘમંડ છે. હવામાં જોઇને ચાલી રહી છે. નાક પર માખી પણ બેસવા નથી દેતી, આ રીતે હવામાં ઉડી રહી છે. કેટલાક યુઝર્સ તેને ઘમંડી અને એટિટયૂડ વાળી આંટી પણ કહી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કરીના કપૂર ઘણીવાર ટ્રોલર્સના નિશાના પર આવી ચૂકી છે. આ પહેલા તે સીતા માતાના રોલને લઇને ટ્રોલર્સના નિશાના પર આવી હતી.
View this post on Instagram