મનોરંજન

આ ફિલ્મમાં કરીના કપૂરે નિભાવ્યો હતો વેશ્યાનો રોલ, ઘણી રાતો સુધી રેડ લાઈટમાં જઈને મર્દો વચ્ચે….જુઓ

તૈમુરની મમ્મીએ નિભાવ્યો હતો ‘વેશ્યા’નો રોલ, જુઓ તસ્વીરો

કપૂર ખાનદાનની લાડલી દીકરી કરીના કપૂર ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂર્ણ કરી ચુકી છે. વર્ષ 2000 માં અભિષેક બચ્ચન સાથેની ફિલ્મ રેફ્યુજી દ્વારા ડેબ્યુ કરનારી કરીનાએ પોતાની ફિલ્મોમાં એકથી એક શાનદાર રોલ કર્યા છે. આજ અમે કરિનાની ફીલ્મોના સૌથી બેસ્ટ રોલ વિશે જણાવીશું.

Image Source

વિશાલ ભારદ્વાજ દ્વારા નિર્દેશિત ફિલ્મ ઓમકારા ફિલ્મ સેપિયરના નાટક ઓથેલો પર આધારિત કહાની છે, ફિલ્મમાં કરીનાના કિરદારને  ખુબ પસંદ કરવામાં આવ્યો હતો અને ફિલ્મ ખુબ હિટ રહી હતી. ફિલ્મમાં અજય દેવગન પણ મુખ્ય કિરદારમાં હતા.

Image Source

સૈફ અલી ખાન સાથેની ફિલ્મ કુરબાન પણ કરિનાની સૌથી હિટ ફિલ્મોમાંની એક છે. ફિલ્મમાં કરીના આતંકવાદી(સૈફ અલી ખાન)ની પત્નીના રોલમાં હોય છે, આ ફિલ્મમાં બંન્નેની જોડીને ખુબ પસંદ કરવામાં આવી હતી.

Image Source

થ્રિ ઈડિયટ્સ હિટ થયા પછી કરીના આમિર ખાન સાથે ફિલ્મ તલાશમાં જોવા મળી હતી. ફિલ્મમાં તે એક રીતે ભૂતના કિરદારમાં હતી. કરીનાએ આ રોલને ખુબ સારી રીતે નિભાવ્યો હતો.

Image Source

ફિલ્મ જબ વી મેટમાં કરીનાએ ચુલબુલી અને લાપરવાહ યુવતીનો રોલ ખુબ બિન્દાસ રીતે નિભાવ્યો હતો. શાહિદ કપૂર સાથે તેની જોડી ખુબ પસંદ કરવામાં આવી હતી.

Image Source

સૌથી ખાસ ફિલ્મ ચમેલીમાં વેશ્યાનો રોલ:
વર્ષ 2003 માં સુધીર મિશ્રાની ફિલ્મ ચમેલીમાં કરીનાએ વેશ્યાનો કિરદાર નિભાવ્યો હતો. ચમેલી કરિનાની બેસ્ટ ફિલ્મોમાંની એક માનમાવામાં આવે છે, ફિલ્મને બોક્સ ઓફિસ પર ખુબ મોટી સફળતા મળી ન હતી,

પણ ફિલ્મમાં કરીનાના અભિનએ એક નવી ઓળખ આપી હતી. પહેલા તો કરીનાએ આ ફિલ્મ માટે ના કહી હતી, કેમ કે વેશ્યાનો રોલ કરવો તેના માટે થોડો અઘરો હતો, જો કે પછી કરીનાએ ફિલ્મનો સ્વીકાર કરી લીધો.ફિલ્મમાં પોતાના અભિનયને ખરો ઉતારવા માટે કરીના ઘણીવાર મુંબઈના રેડ લાઈટ એરિયામાં રાતના સમયે ગઈ હતી અને ત્યાંની મહિલાઓના હાવ-ભાવને પણ ધ્યાનથી જોયા હતા.

Image Source

તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે કરીનાને રિતિક રોશન સાથેની ફિલ્મ કહોના પ્યાર હૈ પણ ઓફર થઇ હતી. કરીનાએ ફિલ્મની અમુક શૂટિંગ પણ કરી લીધી હતી, જેના પછી તેણે ફિલ્મને છોડી દીધી. શૂટિંગના સમયે કરીનાને મહેસુસ થયું કે રાકેશ રોશન તેના દીકરા રિતિક રોશન પર વધારે ધ્યાન આપી રહ્યા છે જે કરીનાને પસંદ ન આવ્યું, જેના પછી આ ફિલ્મ અમિષા પટેલે પૂર્ણ કરી હતી.