મનોરંજન

આ રીતે સૂર્ય નમસ્કારથી કરીના કપૂરે ઘટાડ્યું હતું વજન, જૂનો વીડિયો હવે થઈ રહ્યો છે વાયરલ

કોરોના વાયરસના કારણે આ સમયે સમગ્ર વિશ્વમાં વિનાશ સર્જાયો છે ભારતમાં પણ તેના કેસો ઝડપથી વધી રહ્યા છે અને આ જીવલેણ વાયરસના ફેલાવાને રોકવા માટે દેશમાં છેલ્લા બે મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનને કારણે, બધા લોકો હાલ પોતાના ઘરોમાં જ છે અને સેલેબ્સથી લઈને સામાન્ય લોકોની પ્રવૃત્તિ સોશિયલ મીડિયા પર વધી છે અને સોશિયલ મીડિયા પર થ્રોબેક વીડિયો અને તસ્વીરો સતત દેખાઈ રહ્યા છે. આ દરમિયાન કરીના કપૂરનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તે સૂર્યનમસ્કર કરતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Rupal Sidhpura Faria (@rupal_sidh) on

કરીનાનો આ વીડિયો તેના યોગ ટ્રેનર રૂપલ સિદ્ધપુરા દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયો છે. આમાં રૂપલ કરીનાને ઇન્સ્ટ્રક્શન આપતી દેખાઈ રહી છે અને તેમના મુજબ, કરીના સૂર્યનમસ્કાર કરી રહી છે. આ વીડિયો પોસ્ટ કરતાં રૂપલે લખ્યું, ‘તે સમયે જ્યારે હું કરીના કપૂર પાસે જતી હતી અને ડઝનેક વર્કઆઉટ કરાવતી હતી, જે અમારી ઇન્ટેન્સ ટ્રેનિંગની શરૂઆત હોતી હતી.’

 

View this post on Instagram

 

A post shared by Rupal Sidhpura Faria (@rupal_sidh) on

થોડા સમય પહેલા રૂપલે કરીનાનો ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તે હેડસ્ટ સ્ટેન્ડ કરતી દેખાઈ રહી હતી. દેખીતું છે કે તૈમૂરના જન્મ પછી કરીનાનું વજન નોંધપાત્ર રીતે વધ્યું હતું, ત્યારબાદ કરીનાએ સખત મહેનત કરી હતી અને તેનું વજન ઓછું કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

જણાવી દઈએ કે કરીનાએ આ વર્ષે માર્ચમાં ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યું હતું. ત્યારથી તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાની પોસ્ટ શેર કરતી રહે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, આ વર્ષે કરીનાની ફિલ્મ અંગ્રેજી મીડીયમ રિલીઝ થઇ હતી, જેમાં ઇરફાન ખાન અને રાધિકા મદન મુખ્ય ભૂમિકામાં હતા. હવે તે લાલ સિંહ ચડ્ઢા ફિલ્મમાં આમિર ખાનની સાથે જોવા મળશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.