ગમે તે સેકન્ડે સેફ અલી ખાનનું ચોથું બાળક આવી શકે છે….જુઓ
બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન તેની પ્રેગ્નેંસીના છેલ્લા સ્ટેજ પર છે. આવામાં અભિનેત્રી આરામ ફરમાવવાની જગ્યાએ અને પોતાનું ધ્યાન રાખવાની જગ્યાએ બહાર ફરવા જઇ રહી છે.

કરીના કપૂર જલ્દી જ તેના બીજા બાળકને જન્મ આપવાની છે. કરીનાના પિતા રણધીર કપૂરે એ વાત કન્ફર્મ કરી હતી કે, 15 ફેબ્રુઆરીએ તે તેના બીજા બાળકને જન્મ આપશે, પરંતુ તેની ડિલીવરી થઇ નથી અને આવામાં કરીના કપૂરને શુક્રવારે દીકરા તૈમુર સાથે મુંબઇના બાંદ્રામાં સ્પોટ કરવામાં આવી હતી.

કરીનાએ આ દરમિયાન બ્રાઉન કલરનો પોલ્કા ડોટ વાળો ડ્રેસ પહેર્યો હતો. તૈમુર બ્લુ કલરના પેન્ટ અને ટી-શર્ટમાં જોવા મળ્યો હતો.

આ તસવીરો એ સમયની છે જયારે કરીના તૈમુર સાથે બહેન કરિશ્માના ઘરે જઇ રહી હતી. કરીના કપૂર તેની પ્રેગ્નેંસીને લઇને ઘણી ચર્ચામાં છે. આજે પણ તે ઘરેથી નીકળી ત્યારે તૈયાર થઇને નીકળી હતી.

તમને જણાવી દઇએ કે, કરીના કપૂર ખાન છેલ્લા રવિવારથી મીડિયાની નજરોમાં છે. ખબર હતી કે, તે તેના બીજા બાળકને 15 ફેબ્રુઆરીએ જન્મ આપશે. જો કે, કરીના તેની ડિલીવરી ડેટથી લેટ છે.
કરીના કપૂર આજે પણ ખૂબસુરત લાગી રહી હતી. તેણે આંખોમાં શેડ્સ પહેર્યા હતા અને વાળને બાંધેલા હતા. ત્યાં જ તૈમુર માસ્ક પહેરી માતાની આગળ ચાલી રહ્યા હતા. કરીનાએ હજી તેના બીજા બાળકને જન્મ આપ્યો નથી અને તે પહેલાથી જ તેના ઘરે ગિફ્ટ્સ આવવાના શરૂ થઇ ગયા છે.
તમને જણાવી દઇએ કે, કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન બંને જલ્દી જ તેમના બીજા બાળકના માતા-પિતા બનવા જઇ રહ્યા છે. જો કે, સૈફ અલી ખાન ચોથીવાર પિતા બનવા જઇ રહ્યા છે.