દીકરા જહાંગીર અને તૈમુર સાથે વેકેશન પર નીકળ્યા સૈફ-કરીના, માતાને ચીપકેલા જોવા મળ્યા નાના નવાબ તો તૈમુરને સંભાળતા જોવા મળ્યા સૈફ

લે બોલો ફરી પટૌડી ફેમિલી હોલીડે પર : એરપોર્ટ પર જહાંગીર મમ્મીની બાહોમાં દેખાયો- જુઓ PHOTOS

બોલિવુડના નવાબ સૈફ અલી ખાન અને અભિનેત્રી કરીના કપૂર ખાનને હાલમાં જ બંને બાળકો સાથે મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા, આ દરમિયાન આ સ્ટાર પરિવારની કેટલીક તસવીરો કેમેરામાં કેદ થઇ ગઇ હતી. આ દરમિયાન કરીના કપૂર અને સૈફ અલી ખાન બંને બાળકોને સંભાળતા જોવા મળ્યા હતા.

લાગે છે કે કરીના કપૂરે ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા”નું પોતાના ભાગનું શુટિંગ પૂર્ણ કરી લીધુ છે. ત્યારે તો બુધવારે સવારે સવારે તે પરિવાર સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. તે કામ ખત્મ કરી રિલેક્સ થવા ફરી એકવાર વેકેશન પર જઇ રહી છે. જો કે, તે કયાં જઇ રહી છે તેની જાણકારી સામે આવી નથી. આ દરમિયાન કરીના અને સૈફ તેમના બંને દીકરા તૈમુર અને જેહ સાથે જોવા મળ્યા હતા.

જેહ નૈનીના ખોળામાંથી માતાના ખોળામાં જવા માટે મચલતો જોવા મળ્યો હતો. આખરે કરીનાને દીકરા જેહને ખોળામાં લેવો પડ્યો હતો. સામે આવેલી તસવીરોમાં કરીના જીન્સના શર્ટ અને લાઇટ પેન્ટમાં જોવા મળી રહી છે. તેણે વાળને પોની ટેલમાં બાંધી રાખ્યા છે અને ચહેરા પર માસ્ક પહેર્યુ છે, આ દરમિયાન તેનો ચહેરો મેકઅપ ફ્રી જોવા મળ્યો હતો.

ત્યાં જ સૈફ બ્લેક શર્ટ અને વ્હાઇટ પેંટમાં જોવા મળ્યા હતા. સૈફની નવી હેરસ્ટાઇલ નજર આવી રહી હતી. તૈમુરની વાત કરીએ તો, તેણે બ્લેક ટી શર્ટ અને ગ્રે પેંટ પહેર્યુ હતુ. કરીના, સૈફ અને તૈમુરે કોરોનાને ધ્યાને રાખી સેફટી માટે માસ્ક કેરી કર્યુ હતુ. આ દરમિયાન નાના નવાબ જેહ પર બધાની નજર ટકેલી હતી.

બ્લુ કલરની વનજી અને શોક્સ પહેરેલ જેહની ક્યુટ તસવીરો ફોટોગ્રાફરના કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જે હાલ ખૂબ વાયરલ થઇ રહી છે. જેહ આસપાસની વસ્તુઓને જોઇ રહ્યો હતો. એક તસવીરમાં કરીના તેના દીકરા જેહને ખોળામાં લેતી પણ જોવા મળી હતી. કરીનાએ દીકરા જહાંગીરના જન્મ બાદ ઘણા સમય સુધી તેને મીડિયાથી દૂર રાખ્યો હતો. પરંતુ હવે કરીના ઘણી મીડિયા ફ્રેંડલી થઇ ગઇ છે અને જેહનો ચહેરો પણ છૂપાવી રહી નથી.

કરીના અને સૈફે આ દરમિયાન ફોટોગ્રાફર્સનેે નિરાશ ન કર્યા અને કપલે ઘણા પોઝ પણ આપ્યા હતા. સૈફે હાથ હલાવતા પણ જોવા મળ્યા હતા. કરીનાનો નાનો દીકરો પણ આઉટિંગની મજા લેવા માટે જઇ રહ્યો છે. માતા-પિતા સાથે સાથે તૈમુર પણ કેમેરામેન સામે પોઝ આપતા જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કરીના કપૂરે આ વર્ષે ફેબ્રુઆરીમાં બીજા દીકરા જેેહને જન્મ આપ્યો હતો. જન્મના કેટલાક સમય સુધી તેનું નામ અને તેનો ચહેરો તેણે છૂપાવી રાખ્યો હતો. જેહ મોટા ભાઇ તૈમુરની જેમ ઘણો જ ક્યુટ છે.

Shah Jina