નવ મહિના ઉપર પણ ચઢી ગયા દિવસો તો પણ કરીનાને આરામ નથી કરવો, જુઓ
કરીના કપૂર મેટરનીટી ફેશનમાં ખૂબ જ આગળ નીકળતી જાય છે. તે તેની બીજીવારી પ્રેગ્નેંસી દરમિયાન એવા કપડા પસંદ કરે છે જે આરામદાયક હોવાની સાથે સાથે સ્ટાઇલિશ પણ હોય છે. બધી જ વાર તેનો સ્ટનિંગ લુક ફેન્સને આકર્ષિત કરે છે. તે પ્રેગ્નેંસી દરમિયાન ઘણી વાર ચર્ચામાં રહી છે અને વધારે ચર્ચામાં તેનો લુક રહેતો હોય છે.
કરીના કપૂર ઘરની બહાર સ્પોટ થઇ હતી. આ દરમિયાન તેણે સફેદ કલરનો ડ્રેસ પહેર્યો હતો. કરીનાએ આ ડ્રેસને ગોલ્ડન કલરના સ્લાઇડ્સ સાથે પહેર્યો હતો.
તમને જણાવી દઇએ કે, કરીના કપૂર બીજી વાર માતા બનવાની છે અને તેઓ આ મહિને જ એટલે કે ફેબ્રુઆરી મહિનામાં જ તેમના બીજા બાળકને જન્મ આપશે.
કરીના ઘણી વાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. તેના ફોટોશુટ પણ ઘણા ચર્ચામાં રહે છે અને વાયરલ પણ થોડી જ વારમાં થઇ જતા હોય છે.
કરીનાના મોં પર માસ્ક હોવા છતાં પ્રેગ્નેંસી ગ્લો જોવા મળ્યો હતો. કરીના કપૂર પ્રેગ્નેંસી દરમિયાન આરામ ફરમાવવાની જગ્યાએ કામ પર ધ્યાન કેન્દ્રિત નજરે પડી હતી. તે તેના બધા જ કામ પૂર્ણ કરી રહી છે. કરીના કપૂરે લાલા સિંહ ચઢ્ઢાનું શુટિંગ પૂર્ણ કર્યુ છે.