મનોરંજન

સામે આવી કરીના કપૂર ખાનની બૅબી બમ્પ વાળી નવી તસ્વીરો, દેખાઈ લાજવાબ

કરીના કપૂરે ફરીથી પહેર્યો સેમ ડ્રેસ, 5 તસ્વીરો જોઈને ફેન્સ બોલ્યા, સોજા ચડી ગયા છે હવે તો ઘરમાં આરામ કર

પટૌડી ખાનદાનની બેગમ એવી અભિનેત્રી કરીના કપૂર ખાનનો બીજી ગર્ભાવસ્થાનો સાતમો મહિનો ચાલી રહ્યો છે. જો કે ગર્ભાવસ્થામાં પણ કરીના પોતાના કામને નથી ભૂલી અને આ સમયમાં પણ તે શૂટિંગ કરી રહી છે.


ગર્ભાવસ્થામાં પણ કરિનાની ફેશન સ્ટાઇલ લાજવાબ હોય છે અને હંમેશા તે સુંદર ડ્રેસમાં જોવા મળે છે. એવામાં એકવાર ફરીથી કરીના પીળા રંગના સુંદર ડ્રેસમાં જોવા મળી હતી જેમાં તે હંમેશાની જેમ ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.

Image Source

કરીના આગળના દિવસે મુંબઈના રસ્તા પર જોવા મળી હતી અને તેણે પીળો કફતાની કુર્તો અને સિલ્ક પેન્ટ પહેરી રાખ્યું હતું અને મેચિંગ ચપ્પલ પહેરી રાખ્યા હતા. આ સિવાય બ્લેક માસ્ક પણ પહેરી રાખ્યું હતું. કુર્તા પર લાલ ફૂલોની ડિઝાઇન બનેલી હતી. જેમાં બૅબો ખુબ જ સ્ટાઈલિશ લાગી રહી હતી.કરીનાએ મીડિયા સામે પોઝ પણ આપ્યા હતા.

Image Source

આ કુર્તામાં કરિનાનો બૅબી બમ્પ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો અને ચેહરા પર અનોખી ચમક હતી. હાલમાં જ કરીનાએ દીકરા તૈમુરના જન્મદિવસની ઉજવણી કરી હતી, આ સમયે પણ કરીના ખુબ જ સુંદર દેખાઈ હતી.


ફિલ્મોની વાત કરીએ તો હાલ કરીના ડિલિવરી પહેલા પોતાના બાકી રહેલા કામ પૂર્ણ કરવાની કોશિશમાં લાગેલી છે અને આમિર ખાન સાથેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. અમુક દિવસો પછી કરીના બીજા બાળકને જન્મ આપશે.