મનોરંજન

બેબી બમ્પની સાથે ફ્લોરલ મીડી ડ્રેસમાં જોવા મળી કરીના કપૂર, મીડિયાની સામે આપ્યા પોઝ

સેફ ચોથી વાર બાપ બનવાનો છે, સેફની બેગમ હવે નવા સ્ટાઈલિશ કપડામાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી- જુઓ તસવીરો

અભિનેત્રી કરીના કપૂર ખાન બીજીવાર ગર્ભવતી છે અને અમુક જ દિવસો પછી તે બીજા બાળકને જન્મ આપશે.ગર્ભાવસ્થામાં પણ કરીના પોતાના કામને નથી ભૂલી અને બાળકના જન્મ પહેલા અમુક કામ લિપટાવવામાં લાગેલી છે.

Image Source

જો કે કામની સાથે સાથે કરીના પોતાના સ્વાસ્થ્યનું પણ ખુબ ધ્યાન રાખે છે અને અવાર નવાર તે સૈફ અલી ખાન અને તૈમુર સાથે વોક પર નીકળતી જોવા મળે છે. ગર્ભાવસ્થામાં પણ કરિનાની ફેશન સ્ટાઇલ ખુબ જ લાજવાબ હોય છે, અને મોટાભાગે તે સ્ટુડિયો, ક્લિનિક કે પોતાના ઘરની બહાર સ્પોટ થાય છે. એવામાં એકવાર ફરીથી કરીના કપૂર બાંદ્રામાં સ્ટાઈલિશ આઉટફિટમાં દેખાઈ હતી.

Image Source

કરીનાએ આ વખતે ઓફ વ્હાઇટ ફ્લોરલ મીડી ડ્રેસ પહેર્યો હતો જેમાં સુંદર ફ્લાવર્સની ડિઝાઇન બનેલી હતી. આ ડ્રેસમાં કરીના હંમેશાની જેમ ખુબ જ સુંદર લાગી રહી હતી અને તેનો બેબી બમ્પ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

Image Source

સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરીનાએ બ્લેક માસ્ક પહેર્યું હતું અને પિન્ક ચપ્પલ પહેરી રાખ્યા હતા અને પોતાના વાળમાં હાઈ પોની બનાવી રાખી હતી. હંમેશાની જેમ કરીનાના નો મેકઅપ લુકમાં તેના ચેહરા પર પ્રેગ્નેન્સીની અનોખી ચમક પણ દેખાઈ રહી હતી. મીડિયાની સામે કરીનાએ પોઝ પણ આપ્યા હતા અને ખુબ જ ખુશ દેખાઈ રહી હતી. અમુક દિવસો પહેલા જ કરીનાએ પોતાના ઘરે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં પણ તે નો-મેકઅપ લુકમાં ખુબ જ સ્ટાઈલિશ જોવા મળી હતી.