સાતમો મહિનો ચાલી રહ્યો છે, પગમાં સોજા ચડી ગયા છે તો પણ ઘરે શાંતિથી નથી બેસતી, જુઓ પિરિયડને લઈને કર્યો ખુલાસો
બોલીવુડની સુંદર અભિનેત્રી બેગમ કરીના કપૂર ખાન હાલ પોતાના પ્રેગ્નેંસીના દિવસો માણી રહી છે. કરીના કપૂરને સાતમો મહિનો જઈ રહ્યો છે, અને તેનું વજન પણ ખુબ જ વધેલું જોવા મળે છે, તે છતાં પણ તે પોતાના કામ ઉપર જાય છે. જેની ઘણી જ તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થતી જોવા મળે છે.

કરીના બીજીવાર માતા બની રહી છે ત્યારે તેના દ્વારા આપવામાં આવતી ટિપ્સને પણ ઘણી બધી મહિલાઓ અનુસરે છે. હાલમાં જ કરીનાએ પિરિયડ લીવને લઈને ખુલીને વાત કરી હતી.

કરીના મોટાભાગે મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ ઉપર ખુલીને વાત કરે છે. પોતાનો મત પણ તે આપે છે. હાલમાં જ કરીનાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન પિરિયડ લીવને લઈને પણ ખુલીને વાત કરી હતી. કરીનાએ મહિલાઓને પિરિયડ દરમિયાન રજાઓ મળવી જોઈએ કે નહિ તેના વિશે જણાવ્યું હતું.

પિરિયડ દરમિયાન મહિલાઓને રજાઓ આપવા માટે હંમેશા ચર્ચાઓ થાય છે, તો આના વિશે કરીનાનું કહેવું છે કે, “દરેક મહિલાનું શરીર અલગ અલગ હોય છે, માટે તેમનું કંફર્ટ લેવલ પણ અલગ અલગ હોય છે. કેટલીક મહિલાઓને પિરિયડ દરમિયાન પેટમાં ખુબ જ દુઃખાવો થાય છે તો કોઈને પીઠ દર્દ થાય છે.”

પિરિયડમાં મહિલાઓને રજાઓ મળવી જોઇએ કે નહિ આ સવાલના જવાબમાં કરીનાએ કહ્યું હતું કે, “જો કોઈ મહિલા આ સમયમાં કામ કરવા માટે નથી આવી રહી તો કંપનીએ આ વાતને સમજવી જોઈએ.”

આ મામલામાં કરીનાએ પોતાનું જ ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે, “ભલે મને પિરિયડ્સમાં દુઃખાવો ના થતો હોય, પરંતુ તે સમય દરમિયાન હું કેટલાક ગીતો નથી કરી શકતી. મેં મારુ કામ તેની આસપાસ જ મેનેજ કર્યું.”

કરીનાનું કહેવું છે કે આ પ્રકારની કંપનીઓ અને પ્રોડક્શન હાઉસે પણ આ વાતને સમજવી જોઈએ. તેને આ સાથે મહિલાઓને પણ અપીલ કરી હતી કે તે માત્ર એટલું જ કરે જે તેમના માટે યોગ્ય છે.