આટલી નાની ઉંમરે યોગ કરતા દેખાયો કરીના કપૂરનો 8 મહિનાનો દીકરો જહાંગીર, યુઝર્સે કર્યો ટ્રોલ
બોલીવુડની બેબો અને પટૌડી પરિવારની બેગમ કરીના કપૂર ખાનનો નાનો નવાબ જહાંગીર અલી ખાન હાલમાં જ 8 મહિનાનો થઇ ગયો છે. તૈમુરની જેમ જ જહાંગીર પણ ખુબ જ ક્યૂટ દેખાય છે. તેનો અંદાજ પણ ચાહકોને ખુબ જ પસંદ આવતો હોય છે. જહાંગીરના જન્મ બાદ તો તેની કોઈ તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવી નહોત, અને ઘણા લાંબા સમય સુધી ચાહકોને જેહનો ચહેરો જોવા રાહ જોવી પડી હતી.
પરંતુ હવે જહાંગીરની ઘણી બધી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે અને તેનો ક્યૂટ ક્યૂટ અંદાજ પણ ચાહકોને ખુબ જ પસંદ આવે છે. કરીના પણ હવે જહાંગીર સાથેની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરતી રહે છે, ત્યારે હાલમાં જ કરીનાએ પોતાના નાના નવાબની એક ખાસ તસવીર શેર કરી છે. જેમાં જેહનો નટખટ અંદાજ જોવા મળી રહ્યો છે.
કરીના દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં જહાંગીર યોગા કરતો નજર આવી રહ્યો છે. તસ્વીરમાં જહાંગીરનો યોગ પોઝ જોવા મળે છે. માત્ર 8 મહિનાનો જેહ આગળની તરફ ઝૂકીને ક્યૂટ અંદાજમાં યોગ પોઝ આપતો નજર આવી રહ્યો છે. કરીનાએ તેના દીકરાની આ તસ્વીર શેર કરવા સાથે એક શાનદાર કેપશન પણ આપ્યું છે.
View this post on Instagram
કરીનાએ લખ્યું છે કે, “યોગ પરિવારની અંદર સમાયેલો છે. 8 મહિનાની પાઈક પોજીશન. મારો દીકરો !” તમને જણાવી દઈએ કે કરીના કપૂર ખાન હાલમાં જ પોતાના આખા પરિવાર સાથે વેકેશન ઉપર ગઈ હતી. જેમાં કરીના અને સૈફને એરપોર્ટ ઉપર સ્પોટ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમની ઘણી તસવીરો પણ સામે આવી હતી.