પ્રાઇવેટ પ્લેનથી માલદીવ રવાના થયા કરીના કપૂર અને સૈફ અલી ખાન, દીકરા જહાંગીર ઉપર અટકી નજરો

કરીના કપૂર હાલ તો તેના પુસ્તક “પ્રેગ્નેન્સી બાઇબલ” અને તેમાં જણાવેલ તેના બીજા લાડલા દીકરાનાના નામને લઈને ખુબ જ ચર્ચામાં રહે છે. આ પુસ્તકમાંથી કરીનાના પ્રેગ્નેન્સી સાથેની ઘણી બાબતો જાણવા મળી તેમજ તેના બીજા દીકરાનું નામ પણ સામે આવ્યું હતું. તેને પોતાના દીકરાનું નામ જહાંગીર રાખ્યું છે જેને લઈને સોશિયલ મીડિયામાં લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.

ગઈકાલે કરીના તેના પિતા રણધીર કપૂરના ઘરે ગઈ હતી, જેના બાદ પહેલીવાર તેનો દીકરો ઘરની બહાર નીકળ્યો અને તેની તસવીરો પણ સામે આવી હતી, હવે કરીના પોતાના લાડલાને લઈને વેકેશન ઉપર જવા માટે નીકળી છે. જહાંગીર પહેલી જ વાર ભારતની બહાર વેકેશન મનાવવા માટે જઈ રહ્યો છે.

કરીના સૈફ અલી ખાન અને બંને બાળકો સાથે વેકેશન ઉપર જઈ રહી છે, જે દરમિયાન કપલની પહેલી તસવીરો પણ સામે આવી છે. કરીના ખાસ રીતે સૈફ અલી ખાનનો જન્મ દિવસ મનાવવા માટે વેકેશન ઉપર નીકળી છે. 16 ઓગસ્ટના રોજ સૈફ અલી ખાન 51 વર્ષનો થઇ જશે. આ ખાસ દિવસની ઉજવણી કરવા માટે આ કપલ માલદીવ જવા રવાના થયું છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે માલદીવમાં કરીના અને સૈફ એક પ્રાઇવેટ આઇલેન્ડ ઉપર રજાઓ મનાવશે. સૈફ પોતાના પરિવાર સાથે જન્મ દિવસ મનાવવા માંગતો હતો. કામના કારણે પણ સૈફ ખુબ જ થાકી ગયો હતો અને તેના જ કારણે તે થોડું રિલેક્સ કરવા પણ માંગતો હતો.

એરપોર્ટ ઉપર આ કપલ કેજયુઝલ લુકમાં નજર આવ્યું હતું. આ કરીનાના નાના દીકરા જેહનું પહેલું આઉટિંગ હશે. જે તસ્વીર સામે આવી છે તેમાં નેની જેહને પકડી રાખેલો જોઈ શકાય છે. અને એરપોર્ટ ઉપર તૈમુર માસ્ક લગાવીને જોવા મળે છે.

કરીના આ ટ્રીપમાં જવા માટે ખુબ જ ઉત્સાહિત જોવા મળી. આમ પણ તે પોતાની બીજી પ્રેગ્નેન્સી દરમિયાન વધારે આઉટિંગ નહોતી કરી શકી. કોરોનાના કારણે તે ઘરે જ રહી હતી, ત્યારે હવે લાંબા સમય બાદ આ કપલ પણ આઉટિંગ ઉપર નીકળ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

કરીના કપૂરે જ પિતાની પ્રેગ્નેન્સી બાઇબલમાં લખ્યું છે કે સેકેંડ પ્રેગ્નેન્સીમાં તે વધારે ફરી નથી શકી. તો તૈમૂરના સમયે તેને ઘણું બધું આઉટિંગ કર્યું હતું.  કરીના, સૈફ અને બંને બાળકો એક પ્રાઇવેટ પ્લેન દ્વારા માલદીવ પહોંચશે.

Niraj Patel