હૃતિક રોશન સાથે અફેર પર ભડકી ગઇ હતી કરીના કપૂર, બોલી- લગ્ન થયેલા મર્દ મારા માટે…

બે-બે સંતાનના બાપ સાથે પરણેલી કરીનાએ કહ્યું હતુું-મને ક્યારેય પરણેલા પુરુષોમાં…

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂરે વર્ષ 2012માં અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. આજે આ કપલ ઇન્ડસ્ટ્રીના પાવર કપલમાંના એક છે. પરંતુ એક સમય એવો હતો જયારે કરીનાનું નામ અભિનેતા હૃતિક રોશન સાથે જોડાઇ રહ્યુ હતુ.

કરીનાએ તેના કરિયરના શરૂઆતી સમયમાં હૃતિક રોશન સાથે કેટલીક ફિલ્મોમાં કામ કર્યુ હતુુ. જેમાં “કભી ખુશી કભી ગમ” “મેં પ્રેમ કી દીવાની હું” જેવી કેટલીક ફિલ્મો સામેલ છે.

પડદા પર બંનેની કેમેસ્ટ્રીને ચાહકોએ ઘણી પસંદ કરી હતી. તેમની મીઠી નોકજોક દર્શકોને ખૂબ સારી લાગતી હતી. આ બાદ ફિલ્મ “યાદે”માં પણ તેમની દમદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી. પડદા પર તેમની જોડીનો જાદુ કંઇક એવો ચાલ્યો કે બંનેના અફેરની ખબરો સામે આવવા લાગી. એવું કહેવામાં આવે છે કે કરીના હૃતિક રોશનને ઘણી પસંદ કરતી હતી. આ વાતોની બેબોને ખબર પડી તો તે પ્રતિક્રિયા આપવા સામે આવી હતી.

હૃતિક રોશન અને સુઝેને લગ્નના 17 વર્ષ બાદ તલાક લઇ લીધો છે. જો કે, તેઓ જયાં સુધી સાથે રહ્યા ત્યાં સુધી એકબીજાને ઘણો પ્રેમ કર્યો, પરંતુ તેમ છત્તાં પણ આ સંબંધ વધુ ના ચાલી શક્યો. આ સંબંધ તૂટવાનું કારણ બેબોને માનવામાં આવ્યુ હતુ. મીડિયા ખબરો અનુસાર, કરીનાને કારણે હૃતિક રોશન અને સુઝેનના લગ્ન પહેલાની પ્રેમ કહાનીમાં ખટાસ આવી હતી.

હૃતિક રોશનની “કહો ના પ્યાર હે” હિટ હોતા જ સ્ટાર અભિનેત્રી કરીના કપૂરે તેની સાથે બે ફિલ્મો સાઇન કરી લીધી હતી. એવું કહેવામાં આવે છે કે, હૃતિક રોશન અને કરીના કપૂર વચ્ચે પ્રેમનો પરવાન ચઢ્યો અને ખબરોમાં તેમના પ્રેમની ચર્ચા છવાઇ ગઇ.

આ વચ્ચે એવી ખબર આવી કે કરીના હૃતિકના પ્રેમમાં પાગલ છે અને તેના માટે કરિયર છોડવા પણ તૈયાર છે. આ વાતની જાણકારી જયારે કરીનાને થઇ તો તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યુ કે, મને આ વાતની ચિંતા છે કે આનાથી હૃતિકના લગ્ન પર શુ અસર પડશે.

તેણે આગળ કહ્યુ કે, મહેરબાની કરીને હવે બસ પણ કરો. મને લગ્ન થયેલા હોય તેવા મર્દમાં કોઇ દિલચસ્પી નથી અને ના કયારેય હશે. લગ્ન થયેલ હોય તેવા મર્દ મારા કરિયર માટે ખતરો હોઇ શકે છે.

ખબરો અનુસાર, આ વાતોથી સુઝેન હૃતિકથી નારાજ થઇ ગઇ હતી અને આ ખબર પણ છપાઇ હતી તે બાદ હૃતિક રોશનના પિતા રાકેશ રોશને કરીના સાથે ફિલ્મ કરવાની ના કહી દીધી હતી અને 20 ડિસેમ્બર 2000ના રોજ રાકેશ રોશને હૃતિક અને સુઝેનના લગ્નની તારીખ નક્કી કરી દીધી હતી.

Shah Jina