ખબર મનોરંજન

કરીના કપૂરે ખોલ્યું રાઝ, સૈફ અલી ખાન સાથે મળીને આ રીતે રાખશે બાળકનું નામ-જુઓ વીડિયો

બીજા બાળકના નામને લઈને કરીના કપૂરે તોડ્યું મૌન, લોકોએ કરી ખરાબ રીતે ટ્રોલ

એક્ટ્રેસ કરીના કપૂર પ્રેગનેન્ટ છે. તે જલ્દી જ બીજા બાળકને જન્મ આપશે. કરીનાએ તેના ટોક શો વોટ વુમન વોન્ટમાં વાતચીત દરમિયાન એવું રાઝ ખોલ્યું છે જે જાણવા માટે બધા ફેન્સ આતુર છે. કરીના કપૂર બીજી વાર માતા બનવા જઈ રહી છે.

કરીના જયારે પહેલી વાર માતા બની હતી ત્યારે તેના બાળકના નામને લઈને હંગામો મચ્યો હતો. તૈમૂરના નામને લઈને ઘણી ચર્ચા કરવામાં આવી હતી. કરીના કપૂર અને ખાન અને સૈફ અલી ખાને નક્કી કરી લીધું છે કે, તે તેના બીજા બાળકનું નામ કેવી રીતે રાખશે. જેને લઈને કરીના કપુરએ આ શોની અંદર ખુલાસો કર્યો છે.

જયારે નેહા ધૂપિયાએ કરીનાને તેના બીજા બાળકના નામને લઈને સવાલ કર્યો ત્યારે તેને કહ્યું કે. તૈમૂરના નામને લઈને જે હંગામો થયો છે તેથી મેં અને સૈફે નક્કી કરી લીધું છે કે જે પણ ફેંસલો લેવાનો રહેશે તે જ સમયે લઈશું અને બધાને સરપ્રાઈઝ આપીશું.

નેહા ધૂપિયાએ કરીનાને કહ્યું હતું કે, બાળકના નામને લઈને પોલ કરવો જોઈએ. જે પર સૌથી વધુ સજેશન આવે તે નામ રાખવું જોઈએ. કરીના કપૂરે કહું હતું કે, આ અમારો છેલ્લો વિકલ્પ હશે.

જણાવી દઈએ કે, 2016માં તૈમુરનો જન્મ થયો ત્યારે નામનું એલાન કરતા વિવાદ થયો હતો. સોશિયલ મીડિયામાં એક વર્ગે નામને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું.

જણાવી દઈએ કે, સૈફ અલી ખાનને અત્યાર સુધી 3 બાળક છે તે ચોથા બાળકની તૈયારી કરી રહ્યા છે. સૈફને પહેલી પત્ની અમૃતાથી એક દીકરો ઇબ્રાહિમ અને દીકરી સારા અલી ખાન છે. તો બીજી પત્ની કરીનાથી એક દીકરો તૈમુર છે. કરીના કપૂર ટૂંક સમયમાં જ બીજા બાળકને જન્મ આપશે. હાલમાં જ કરીનાએ એક્ટર આમિર ખાન સાથે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શુટીંગ પૂરું કર્યું છે.

કરીના કપૂર સૈફ અલી ખાન અને પુત્ર તૈમૂર સાથે વેકેશનનો આનંદ માણવા હિમાચલ પ્રદેશ પહોંચી હતી. આ દરમિયાન તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ખરેખર શૂટિંગને લઈને સૈફ પહેલાથી જ હિમાચલમાં હતો અને કરીના તેની સાથે ત્યાં જોડાઈ ગઈ હતી.

કરીના આજકાલ મુંબઈમાં સ્પોટ થતી રહે છે. જેની તસ્વીર અને વિડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by – (@filmy.mirchi)