એ 3 વસ્તુઓ જે 40 વર્ષિય કરીના કપૂરને જોઇએ છે તેના બેડ પર, ખુલ્લેઆમ કહ્યુ તેનુ બેડરૂમ સીક્રેટ

જહાંગીર અને તૈમુરની 40 વર્ષની મમ્મીએ શરમજનક બેડરૂમનો ખુલાસો કર્યો, જાણીને છક થઇ જશ

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન ઘણીવાર ચર્ચાઓમાં બની રહેતી હોય છે. કરીના ઘણી બેબાક છે અને તે તેની વાતોને સહજતાથી લોકો સમક્ષ રાખી દે છે. કરીના અને સૈફ અલી ખાન બોલિવુડના પાવર કપલમાંના એક છે. તેમની લવ લાઇફ વિશે જાણવા ચાહકો ઘણા ઉત્સુક પણ રહેતા હોય છે. ત્યારે કરીનાએ એક શોમાં તેનુ બેડરૂમ સીક્રેટ શેર કર્યું હતું.

ડિસ્કવરી શો Star VS Foodના શૂટિંગ સમયે કરીનાએ તેનું એક સીક્રેટ કહ્યું હતું. કરીનાએ કહ્યું હતું કે તે બેડ પર કઈ ત્રણ વસ્તુ સાથે સુવે છે. તેણે કહ્યું કે, ‘મને બેડ પર ત્રણ વસ્તુ જોઈએ છે વાઈન ની બોટલ, પાયજામો અને સૈફુ.’ કરિનાનો આવો જવાબ સાંભળીને બધા હસવા લાગ્યા હતા. આટલું જ નહિ કરીનાએ કહ્યું કે, ‘મને લાગે છે કે આનાથી સારો જવાબ બીજો કોઈ હોઈ જ ના શકે. આ જવાબ માટે મને ઇનામ મળવું જોઈએ.’

શો Star VS Foodની વાત કરીએ તો શોમાં કરીનાની મિત્ર મલાઈકા અરોરા પણ તેની સાથે અર્જુન કપૂર, કરણ જોહર અને પ્રતીક ગાંધી પણ છે.  આ શોનો પ્રોમો વીડિયો કરીનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ શોથી કરીનાએ ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યુ હતુ.

જણાવી દઈએ કે સૈફ અલી ખાન અને કરીના કપૂર ઇન્ડસ્ટ્રીના પોપ્યુલર કપલ્સમાંના એક છે. બંનેના લગ્નને 8 વર્ષ થઇ ગયા છે. બંને વચ્ચેની કેમેસ્ટ્રી ખુબ જ સારી છે. અત્યારે તે બે બાળકોના પેરેન્ટ્સ છે. કરીના અને સૈફને તેમના ચાહકો તેમને પ્રેમથી સૈફીના કહીને બોલાવે છે. બંનેને ઘણી વાર ફિલ્મોમાં સાથે અભિનય કરતા પણ જોવામાં આવ્યા છે. બંનેને સાથે જોઈને ચાહકો ઘણા ઉત્સાહિત થઇ જાય છે.

કરીનાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, જયારે તે સૈફને મળી તો મનમાં ટોટલ ફિલ્મી ફીલ થઇ રહ્યુ હતુ. બિલકુલ “મેં હું ના”ની સુષ્મિતા સેનની જેમ. જયારે તે આવે છે અને બેકગ્રાઉન્ડમાં રોમેન્ટિક ગીત પ્લે થાય છે અને તેની સાડીનો પાલવ ઉડે છે બિલકુલ એમ જ.

કરીના અને સૈફની મુલાકાત ફિલ્મ “ટશન”ના સેટ પર થઇ હતી. બંને ફિલ્મમાં એકબીજાની ઓપોઝિટ નજર આવ્યા હતા. ફિલ્મ ભલે ફ્લોપ રહી પરંતુ રિયલ લાઇફમાં બંનેની જોડી હિટ થઇ ગઇ હતી. વર્ષો સુધી કરીના અને સૈફે એકબીજાને ડેટ કર્યુ હતુુ. વર્ષો ડેટિંગ બાદ તેઓએ વર્ષ 2012માં લગ્ન કરી લીધા હતા.

કરીનાના વક્રફ્રન્ટની વાત કરીએ તો જલ્દી તે આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’માં નજર આવશે. છેલ્લી વાર કરીના અક્ષય કુમાર સાથે ‘ગુડ ન્યૂઝ’માં નજર આવી હતી. ત્યાં સૈફના વર્કફ્રંટની વાત કરીએ તો, તેમની ફિલ્મ ભૂત પોલિસ, બંટી ઔર બબલી 2, આદિ પુરુષ છે. કેટલાક મહીના પહેલા જ તેમની વંબ સીરીઝ તાંડવ રીલિઝ થઇ હતી, જેને ઘણી પસંદ કરવામાં આવી હતી.

Shah Jina