બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને તેનો લાડલો તૈમુર અલિ ખાન કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. કરીના કપૂર સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહ છે કરીના કપૂર તેના પરિવારજનો સાથેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.
View this post on Instagram
કરીના કપૂર ખાન આજકાલ તેની આવનારી ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં કરીના એક પ્રેગ્નેન્ટ મહિલાનો રોલ કરતી નજરે ચડે છે. હાલમાં જ આ ફિલ્મના પ્રમોશન દરમિયાન કરીનાને બીજીવાર માતા બનવાને લઈને સવાલ કરવામાં આવ્યો તે જડબાતોબ જવાબ આપ્યો હતો.
View this post on Instagram
એક મીડિયા સાથેની વાતચીતમાં કરીનાને પૂછવામાં આવ્યું કે, શું તે બીજું બેબી પ્લાન કરવાનું વિચારી રહ્યા છે? તો આ સવાલના જવાબમાં કરીનાએ કહ્યું હતું કે, હું એક બાળક (તૈમુર)થી ખુશ છું. જે ઊડતી-ઊડતી ખબર આવી રહી છે તે બધી જ અફવાહ છે.
View this post on Instagram
કરીનાએ કહ્યું હતું કે, હું અને સૈફ આ સમયે પરિવાર આગળ વધારવા માટે કંઈ જ નથી વિચારી રહ્યા, અમે અમારા કામમાં બહુ જ વ્યસ્ત છે.અમે અમારી વર્કલાઈફ અને ફેમિલી લાઈફને બેલેન્સ કરવા માંગીએ છીએ.
View this post on Instagram
થોડા દિવસ પહેલા કરીનાના રેડિયો શો ‘ વોટ અ વુમેન વોન્ટ’ માં સૈફ અલિ ખાન મહેમાન બનીને આવ્યો હતો. જેમાં તેને જણાવ્યું હતું કે, તે કરીનાને એક માતાની નજરે જુએ છે કે પત્નીની નજરમાં. એક ઇન્ટરવ્યૂમાં કરીનાએ સૈફને શો સુધી લાવવાની કહાની જણાવી હતી. સૈફને શોમાં લાવવા માટે કરીના માટે એક મુશ્કેલી ભર્યું કામ હતું.
View this post on Instagram
આ બાબતે કરીનાએ જણાવ્યું હતું કે, આ મારા માટે સૌથી કઠિન કામ હતું. તે મને લગાતાર સવાલ કરતો હતો. હું કેમ આવું ? તું તારા શોમાં મારી પાસે શું ઈચ્છે છે ? હું ત્યાં શું કરું? અમે કંઈ બાબતે વાત કરીશું? તે મારા પતિ છે પરંતુ બહુજ નાટક કરે છે, અંતમાં મેં તેને શોમાં આવવા માટે મનાવ્યા પરંતુ તેને મને બહુ જ હેરાન કર્યા હતા.
View this post on Instagram
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.