પપ્પાના નવા ઘરની પૂજામાં સામેલ થઇ કરીના કપૂર, જોવા મળ્યો એકદમ સ્ટાઈલિશ અંદાજ, જુઓ લેટેસ્ટ તસવીરો

બીજા બાળકને જન્મ આપ્યા પછી ફુલાઈ ગઈ કરીના, 7 નવી તસવીરો જોઈને ફેન્સ બોલ્યા આ તો આંટી જેવી દેખાય છે

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂરે વર્ષ 2012માં અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. આજે આ કપલ ઇન્ડસ્ટ્રીના પાવર કપલમાંના એક છે. પરંતુ એક સમય એવો હતો જયારે કરીનાનું નામ અભિનેતા હૃતિક રોશન સાથે જોડાઇ રહ્યુ હતુ.

કરીનાએ તેના કરિયરના શરૂઆતી સમયમાં હૃતિક રોશન સાથે કેટલીક ફિલ્મોમાં કામ કર્યુ હતુુ. જેમાં “કભી ખુશી કભી ગમ” “મેં પ્રેમ કી દીવાની હું” જેવી કેટલીક ફિલ્મો સામેલ છે.

પડદા પર બંનેની કેમેસ્ટ્રીને ચાહકોએ ઘણી પસંદ કરી હતી. તેમની મીઠી નોકજોક દર્શકોને ખૂબ સારી લાગતી હતી. આ બાદ ફિલ્મ “યાદે”માં પણ તેમની દમદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી. પડદા પર તેમની જોડીનો જાદુ કંઇક એવો ચાલ્યો કે બંનેના અફેરની ખબરો સામે આવવા લાગી.

એવું કહેવામાં આવે છે કે કરીના હૃતિક રોશનને ઘણી પસંદ કરતી હતી. આ વાતોની બેબોને ખબર પડી તો તે પ્રતિક્રિયા આપવા સામે આવી હતી. હૃતિક રોશન અને સુઝેને લગ્નના 17 વર્ષ બાદ તલાક લઇ લીધો છે. જો કે, તેઓ જયાં સુધી સાથે રહ્યા ત્યાં સુધી એકબીજાને ઘણો પ્રેમ કર્યો, પરંતુ તેમ છત્તાં પણ આ સંબંધ વધુ ના ચાલી શક્યો.

આ સંબંધ તૂટવાનું કારણ બેબોને માનવામાં આવ્યુ હતુ. મીડિયા ખબરો અનુસાર, કરીનાને કારણે હૃતિક રોશન અને સુઝેનના લગ્ન પહેલાની પ્રેમ કહાનીમાં ખટાસ આવી હતી. કરીના અને સૈફ અલી ખાન બોલિવૂડના સૌથી પ્રખ્યાત કપલ્સમાના એક છે. બંને સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને તેમની તસવીરો શેર કરતા હોય છે. બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ઘણી વાર ચર્ચામાં રહે છે.

કરીના ઘણી બેબાક છે અને તેની વાતો ખુબ જ સહેલાઈથી બધાની સામે રાખે છે. ચાહકો તેમની લવ લાઈફ જાણવા વિશે ઘણા ઉત્સુખ રહેતા હોય છે. લોકો જાણવા માંગે છે કે બંને વચ્ચે બોન્ડિંગ કેવી છે. કરીનાએ એક શોમાં તેનુ બેડરૂમ સીક્રેટ શેર કર્યું હતું.

ડિસ્કવરી શો Star VS Foodના શૂટિંગ સમયે કરીનાએ તેનું એક સીક્રેટ કહ્યું હતું. કરીનાએ કહ્યું હતું કે તે બેડ પર કઈ ત્રણ વસ્તુ સાથે સુવે છે. તેણે કહ્યું કે, ‘મને બેડ પર ત્રણ વસ્તુ જોઈએ છે વાઈન ની બોટલ, પાયજામો અને સૈફુ.’ કરિનાનો આવો જવાબ સાંભળીને બધા હસવા લાગ્યા હતા. આટલું જ નહિ કરીનાએ કહ્યું કે, ‘મને લાગે છે કે આનાથી સારો જવાબ બીજો કોઈ હોઈ જ ના શકે. આ જવાબ માટે મને ઇનામ મળવું જોઈએ.’

બોલીવુડની બેબો કરીના કપૂર આજકાલ ખુબ જ ચર્ચામાં ચાલી રહી છે. કરીનાને અવાર નવાર સ્પોટ કરવામાં આવે છે. બીજીવાર માતા બન્યા બાદ તો કરીના વધારે લાઇમ લાઇટમાં છવાઈ ગઈ છે ત્યારે હાલ કરીનાના પિતા રણધીર કપૂરે શુક્રવારના રોજ બાંદ્રા સ્થિત પોતાના નવા ઘરની પૂજા રાખી હતી જેમાં કરીના કપૂરનો ખાસ અંદાજ જોવા મળ્યો.

રણધીર કપૂરના આ નવા ઘરની પૂજામાં કપૂર ખાનદાનના ઘણા મેંબર્સ પૂજા અને ગૃહ પ્રવેશના ફંક્શનમાં જોડાયા હતા. કરીના આ દરમિયાન ખુબ જ સાદગી ભરેલા લુકમાં જોવા મળી હતી. જે સામે આવેલી તેની તસ્વીરોમાં જોઈ શકાય છે.

કરીનાએ માથા ઉપર બિંદી લગાવી હતી અને સફેદ રંગનો સલવાર પહેર્યો હતો. એટલું જ નહીં તેને પોતાના વાળને પણ ટાઈટ બાંધી રાખ્યા હતા અને તે મેકઅપ વગર જ સ્પોટ થઇ હતી.

કરીનાએ આ દરમિયાન ચહેરા ઉપરથી માસ્ક હટાવીને ફોટોગ્રાફરને ઘણા બધા પોઝ પણ આપ્યા. સામે આવેલી બધી જ તસવીરોમાં તે હસતી જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયામાં કરિનાની આ તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. જેમાં તે બીજી પ્રેગ્નેન્સી બાદ વધેલા વજન સાથે જોવા મળી રહી છે.

કરીના તેના પિતાના નવા ઘરની પૂજામાં સામેલ થતા દરમિયાન ખુબ જ ખુશ જોવા મળી રહી છે. આ પૂજાની અંદર તે કાળા રંગનું માસ્ક પહેરીને આવી હતી, પરંતુ ફોટોગ્રાફરના કેહવા ઉપર તેને માસ્ક ઉતારીને પોઝ આપ્યા હતા.

જેઠ રણધીર કપૂરના નવા ઘરની પૂજામાં નીતુ સિંહ પણ દીકરી રીધ્ધીમા સાથે પહોંચી હતી. આ દરમિયાન નીતુએ ગુલાબી રંગનો સૂટ પહેર્યો હતો.

રણધીર કપૂરના ઘરની આ પૂજાની અંદર તેમની મોટી દીકરી કરિશ્મા કપૂર પણ સ્પોટ થઇ હતી. તેને પણ નાની બહેન કરીનાની જેમ જ સફેદ પ્રિન્ટેડ સૂટ પહેરી રાખ્યો હતો. સલામતીને ધ્યાનમાં રાખતા તેને પણ પોતાના ચહેરાને માસ્કથી કવર કર્યો હતો.

કરિશ્માએ કપૂરની સાથે તેની દીકરી સમયારા કપૂર પણ જોવા મળી હતી. સમાયરાએ ડાર્ક પિન્ક રંગનો સૂટ પહેરી રાખ્યો હતો.

રણધીર કપૂરના નવા મકાનની પૂજાની અંદર શમ્મી કપૂરની પત્ની નીલા દેવી પણ નજર આવી હતી. તેની સાથે દીકરી કંચન કેતન દેસાઈ પણ સ્પોટ થઇ હતી.

આ દરમિયાન રણધિર કપૂરની બહેન રીમા જૈનનો દીકરો આદર જૈન પણ આ પ્રસંગે નજર આવ્યો હતો. તે તેના મામાના ઘરની બહાર ફોટોગ્રાફરને પોઝ આપતો નજર આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

રણધીર કપૂરના આ નવા ઘરની પૂજા કરવા માટે ત્રણ બ્રામ્હણ પહોંચ્યા હતા. તેમને પણ ઘરની બહાર સ્પોટ કરવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Niraj Patel