પગમાં સોજા ચડી ગયા તો પણ થાકતી નથી સેફની બેગમ, ફરી આવી ગઈ ચર્ચામાં
બોલીવુડની બેબો કરીના કપૂર ખાન આજકાલ પ્રેગનેંન્સીનો આનંદ માણી રહી છે. કરીનાને હાલ 7મોં મહિનો ચાલી રહ્યો છે. આ હાલતમાં ઘરમાં બેસીને આરામ કરવાની બદલે તેના કામ પુરા કરી રહી છે. કરીનાને જાહેરાત અથવા તો ચેટ શો માટે શૂટ કરતી જોઈ શકાય છે.

આટલું જ નહીં કરીના તેના કામની સાથે-સાથે પરિવાર અને મિત્ર સાથે પણ આનંદ માણવાનું નથી ભૂલતી. રવિવારે કરીના તેના એપાર્ટમેન્ટની બહાર સ્પોટ થઇ હતી. જેની ઘણી તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

સામે આવેલી તસ્વીરમાં કરિનાનો પ્રેગનેન્સી ગ્લો સાફ જોવા મળી રહ્યો છે. ચહેરા પર મુસ્કાન માટે કરીનાએ હાથ હલાવીને ફોટોગ્રાફરનું અભિવાદન કર્યું હતું.

સામે આવેલી તસ્વીરમાં કરીના મેકઅપ વગર જ બેહદ ખુબસુરત નજરે આવી રહી છે. આટલું જ નહીં ફરતા સમયે કરીનાએ બે હાથથી પેટને પકડયું હતું.

કરીના કપૂર બાંદ્રા સ્થિત તેના ઘરની બહાર સ્પોટ થઇ હતી. કરીનાએ વનપીસ ડ્રેસ પહેર્યો હતો જેમાં તે બિલકુલ સિમ્પલ લાગી રહી હતી.

કરીનાએ ખુલ્લા વાળમાં ફોટો ક્લિક કરાવ્યા હતા. કરીનાની ફેશન સેન્સને લઈને લોકો તેની તારીફ કરી રહ્યા છે.

નોંધનીય છે કે, પ્રેગનેન્સીમાં કરીના સ્ટાઇલ અને ફેશન સાથે કોઈ સમજોતા નથી કરતી. તે જયારે પણ ઘરની બહાર નીકળે છે ત્યારે લોકો તેની ફેશન સેન્સની તારીફ કરે છે.કામની સાથે-સાથે કરીના તેના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. કરીનાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે ખુદને કમ્ફર્ટેબલ રાખવાનું પસંદ કરે છે.

કરીના પ્રેગનેન્સી દરમિયાન તેના લુક્સને લઈને પણ ઘણી સચેત રહે છે. કરીનાનું માનવું છે કે, બધાએ તેના કમ્ફર્ટથી રહેવું જોઈએ. આ સાથે જ કહ્યું હતું કે, લુક્સ હોય કે હેર મેકઅપ હોય તમારા કમ્ફર્ટના હિસાબથી રહેવું જોઈએ.

જણાવી દઈએ કે, કરીના ફેબ્રુઆરી અથવા માર્ચમાં બીજા બાળકને જન્મ આપશે. કરીના તેના આવનાર બાળકને લઈને ઘણી ઉત્સાહિત છે.