મોટા માણસો, મોટી વાતો…નવા ઘરમાં શિફ્ટ થવાની અટકળો તેજ, જુઓ તસવીરો
અભિનેત્રી કરીના કપૂર ખાન હાલ બીજી વખત ગર્ભવતી છે. ત્યારે આ દરમિયાન તે ઘણી જગ્યાએ સ્પોટ થતી જોવા મળે છે. કરીના પોતાના પ્રેગ્નેન્સીના દિવસનો ભરપૂર આનંદ માણી રહી છે. ત્યારે આ દરમિયાન જ કરીનાએ પોતાની ફ્રેન્ડ મલાઈકા અરોડામ બહેન કરિશ્મા કપૂર અને બીજી ગર્લ ગેંગ સાથે પાયઝામા પાર્ટી કરી હતી, જેની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.

કરીના પોતાની બીજી પ્રેગ્નેન્સી દરમિયાન ખુબ જ મજા માની રહી છે. આ દરમિયાન તે પોતાનું મનગમતું ખાવાનું ખાઈ રહી છે તો મિત્રો સાથે ચીલ કરવાનું પણ નથી ભૂલતી. થોડા દિવસ પહેલા જ પોતાની બેસ્ટફ્રેન્ડ અમૃતા અરોડાના ઘરે તે ચીલ કરતી નજર આવી હતી. તો હવે કરીનાએ પોતાની ગર્લ ગેંગને પોતાના ઘરે પાયઝામા પાર્ટી કરવા માટે આમંત્રણ આપ્યું હતું.

આ પ્રાઇવેટ પાર્ટીની કેટલીક તસવીરો પણ સામે આવી છે. જેમાં કરીનાની સાથે મલાઈકા અરોડા, અમૃતા અરોડા, મલ્લિકા ભટ્ટ અને કરિનાની બહેન કરિશ્મા કપૂર પોતાના નાઈટ શૂટ્સની અંદર મજા માણતી જોવા મળી રહી છે.

આ પાયઝામા પાર્ટીની સામે આવેલી તસ્વીરની અંદર 5 દોસ્ત નજર આવી રહી છે, અને બધાએ એક જ તસ્વીર શેર કરી છે. કરીનાએ પણ આ તસવીરને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે.
View this post on Instagram
કરીનાએ આ તસ્વીર શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે, “આ નવી શરૂઆતનો, નવી સફરનો, યાદોનો એક પિટારો છે.” આ તસ્વીર શેર કરવાની સાથે કરીનાએ #FortuneNights #EndOfAnEra #KaftanSeries જેવા કેપશન પણ આપ્યા છે.
View this post on Instagram
તો આ તસ્વીર શેર કરવાની સાથે જ હવે એ ચર્ચાઓ પણ ચાલી રહી છે કે શું કરીના પોતાની બીજી ડીલેવરી પહેલા હવે તેના નવા ઘરની અંદર શિફ્ટ થઇ રહી છે ? કારણ કે કરીનાએ જે કેપશન લખ્યું છે તેમાં ચાહકોને એવી વાત સંકેત મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે કરીના કપૂરના એપાર્ટમેન્ટનું નામ ફોર્ચ્યુન હાઈટ્સ છે. એવી પણ ખબરો આવી રહી છે જલ્દી જ કરીના અને સૈફ નવા ઘરમાં શિફ્ટ થઇ શકે છે.

સૈફ અલી ખાન હાલ પોતાની ફિલ્મના શૂટિંગ માટે જયપુરની અંદર છે, આ દરમિયાન કરીના પોતાની મિત્રો સાથે એન્જોય કરી રહી છે.