પગમાં આવા સોજા ચડી ગયા તો પણ થાકતી નથી કરીના ખાન, જુઓ ફરીએકવાર થઇ સ્પોટ
બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન જલ્દી જ તેના બીજા બાળકને જન્મ આપવાની છે. આ દિવસોમાં તે અલગ અલગ અંદાજમાં સ્પોટ થઇ રહી છે. હાલમાં જ તેને બાંદ્રામાં તેમની ઘર બાહર કૈઝયુઅલ લુકમાં સ્પોટ કરવામાં આવી હતી. ઓવરસાઇઝ શર્ટ અને પેન્ટમાં પણ કરીનાએ તેના બેબી બંપ ફ્લોન્ટ કર્યા હતા.

કરીના કપૂરનો પ્રેગ્નેંસીનો ફુલ ટાઇમ ચાલી રહ્યો છે અને તે આરામ કરવાની જગ્યાએ કામ પર વ્યસ્ત જોવા મળે છે. કરીનાની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તે કૈઝયુઅલ લુકમાં જોવા મળી હતી.

આ દરમિયાન તેણે લોન્ગ વ્હાઇટ શર્ટ અને ક્રીમ ટાઉઝર પહેર્યુ છે. કરીના સીડીઓથી ઉતરતા સમયે તેના બેબી બંપને પકડીને નીચે ઉતરતા જોવા મળી રહી છે.

બોલિવુડ બબલ સાથે ઇન્ટરવ્યુ દરમિયાન કરીના કપૂરના પિતા રણધીર કપૂરે જણાવ્યુ હતુ કે, કરીના 15 ફેબ્રુઆરી આસપાસ તેના બીજા બાળકને જન્મ આપવાની છે.

તમને જણાવી દઇએ કે, બોલિવુડ અભિનેત્રી કરીના કપૂરે વર્ષ 2012માં બોલિવુડના નવાબ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. તેઓએ વર્ષ 2016માં તેમના પહેલા બાળક તૈમુરને જન્મ આપ્યો હતો. હવે કરીના બીજી વાર માતા બનવાની છે.

કરીના કપૂર ખાન પ્રેગ્નેંસી પિરીયડ ખૂબ જ એન્જોય કરી રહી છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને બેબી બમ્પ સાથેની તસવીરો પણ શેર કરતી રહેે છે.

કરીનાએ પ્રેગ્નેસી દરમિયાન કામ કરવાની વાત કહી હતી. તેણે કહ્યુ, પ્રેગ્નેટ મહિલા કેમ કામ કરી શકતી નથી. મને લોકોની આ વાત ખબર પડતી નથી. મેં પૂરી પ્રેગ્નેસી દરમિયાન કામ કર્યુ છે. તેમજ ડિલીવરી પછી પણ કામ કરીશ. કરીનાએ વધુમાં કહ્યુ કે, એક્ટિવ રહેવું એ બાળકની સ્વાસ્થ્ય માટે સારી વાત છે.