મનોરંજન

કરીના કપૂરને આ વાતની ન હતી જાણ, હજી પણ સાવકી માતા કહીને બોલાવે છે લોકો

કરીના કપૂર ખાન આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. તેના ચર્ચામાં હોવાનું કારણ એ છે કે તેને પોતાની કારકિર્દી અને અંગત જીવન વિશે ખચકાટ વિના ઘણી વાતચીત કરી છે. આ વાતચીતમાં કરીનાએ ફિલ્મ હિરોઇનમાં તેનાસીનથી લઈને લગ્ન પછી ‘સાવકી માતા’ ના ટેગ પર ખુલ્લેઆમ વાત કરી છે.

Image Source

પિંકવિલા સાથે વાત કરતા કરીનાએ કહ્યું હતું કે ‘મેં હંમેશાં દિવા હોવાની આ ઇમેજ સાથે લડાઈ લડી છે. મને એ વાતની જાણ જ નથી કે આખરે આ બધું શરુ ક્યાંથી થયું. મને લાગે છે કે તેની શરૂઆત મારા ‘પૂ’ ના પાત્રથી થઇ.’ તેણે વધુમાં કહ્યું કે લોકો હંમેશા મારા વિશે આવું જ વિચારતા હતા. શરૂઆતમાં મને તેના વિશે ખરાબ લાગતું હતું, મને ગુસ્સો પણ આવતો હતો, પરંતુ હવે મને આ ટેગથી કોઈ ફરક નથી પડતો.

Image Source

જ્યારે તેમને ફિલ્મ ‘હિરોઈન’ માં તેના સીન વિશે પૂછવામાં આવ્યું ત્યારે, કરીના કપૂર ખાને આ વિશે કહ્યું હતું કે ‘આ ફિલ્મને લઈને હું ખૂબ જ ગર્વ અનુભવું છું, પછી ભલે કોઈ આના વિશે કઈ પણ કેમ ન કહે. મેં આ ફિલ્મને બધું જ આપ્યું, હું તેના માટે પણ થઇ ગઈ હતી. દર્શકોની પ્રતિક્રિયા ગમે તે હોય, પણ આ ફિલ્મ મારા માટે ખાસ છે.’

Image Source

જ્યારે કરીના કપૂર ખાનને પૂછવામાં આવ્યું કે સારા અલી ખાન ખાનની સાવકી માતા તરીકે તમારો તેની સાથે સંબંધ કેવો છે? આ સવાલ પર કરીનાએ જવાબમાં કહ્યું, ‘લોકો મને હજી પણ સાવકી માતા કહે છે, મને આ વિશે કંઈ ખબર નથી. હું મારું જીવન એવું બિલકુલ નથી જોતી, આવું કોઈએ ન કરવું જોઈએ.

Image Source

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરીના ઈરફાન ખાન સાથેની ફિલ્મ ‘ઇંગ્લિશ મીડિયમ’ માં જોવા મળશે. આ ફિલ્મ 13 માર્ચે મોટા પડદે રજૂ થશે. આ ફિલ્મમાં કરીના અને ઇરફાન સાથે રાધિકા મદન, દીપક ડોબરિયાલ અને ડિમ્પલ કપાડિયા પણ મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે. જ્યારે આમિર ખાન સાથેની ‘લાલ સિંહ ચઢ્ઢા’ તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ છે. આ ફિલ્મ આ વર્ષે જ રિલીઝ થશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.