સેફના પાંચમા બચ્ચાની માં બનશે કરીના કપૂર? કરીનાએ જાતે જ ખોલ્યું રાઝ, ફેન્સ ચકરી ખાઈ ગયા

બોલિવુડની ખૂબસુરત અદાકારા કરીના કપૂર ખાન અવાર નવાર કોઇના કોઇ કારણોસર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે હાલમાં તે તેની ત્રીજી પ્રેગ્નેંસીને લઇને ફરી એકવાર ચર્ચામાં આવી ગઇ છે. હાલમાં એવી ખબરો હતી કે કરીના ત્રીજીવાર પ્રેગ્નેટ છે. પરંતુ હવે આ ખબરો પર કરીનાએ પોતે જ વિરામ લગાવી દીધો છે. ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં કરીનાએ એક પોસ્ટ શેર કરી જણાવ્યુ છે કે તે પ્રેગ્નેટ નથી. કરીનાએ લખ્યુ- અરે આ તો પાસ્તા અને વાઇનની અસર છે. હું પ્રેગ્નેટ નથી.

સૈફ કહે છે દેશની વસ્તી વધારવા માટે તે પહેલા જ ઘણુ યોગદાન આપી ચૂક્યા છે. હવે કરીનાની આ પોસ્ટથી એ સ્પષ્ટ છે કરીના ત્રીજીવાર માતા બનવાની નથી. કરીના આ સમયે પરિવાર સાથે લંડનમાં વેેકેશન મનાવી રહી છે. સોશિયલ મીડિયા પર તેના દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં એક તસવીર એવી હતી કે તેમાં બેબી બંપ જેવું કંઇક જોવા મળ્યુ હતુ. બસ પછી શું તસવીરને જોતા જ ચાહકોને લાગ્યુ કે કરીના ફરી એકવાર પ્રેગ્નેટ છે અને તે ગુડન્યુઝ આપવાની છે. પરંતુ આ તો માત્ર ચાહકોના મનનો ખ્યાલી પુલાવ હતો.

કરીનાએ પાસ્તા સાથે થોડી વાઇન પીધી છે અને આવા મજાકિયા અંદાજમાં તેણે એક મોટા સસ્પેંસને ખત્મ કરી દીધુ. આ સમયે કરીના તેના બંને બાળકો, પતિ અને તેના મિત્રો સાથે ખૂબ જ મનભરી વેકેશન એન્જોય કરી રહી છે. સૈફ અલી ખાનની વાત કરીએ તો, તે ચાર બાળકોનો પિતા છે. તેની પ્રથમ પત્ની અમૃતા સિંહ સાથેના લગ્નથી તેને સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન નામના બે બાળકો છે. સારા અલી ખાન બોલિવુડમાં એન્ટ્રી કરી ચૂકી છે. તેની ઘણી ફેન ફોલોઇંગ પણ છે. તેણે થોડા સમયમાં બોલિવુડમાં પોતાની દમદાર ઓળખ પણ બનાવી છે.

અમૃતા સિંહ સાથે છૂટાછેડા બાદ સૈફે કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી પણ તેને બે બાળકો છે. કરીના અને સૈફના તૈમુર અલી ખાન અને જહાંગીર (જેહ) અલી ખાન નામના બે પુત્રો છે. જેહનો જન્મ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં થયો હતો. કરીનાની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેના ગર્ભવતી હોવાની અટકળો ચાલી રહી હતી, જેને હવે બેબોએ દૂર કરી દીધી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, કરીના આમિર ખાન સાથે લાલ સિંહ ચડ્ડામાં જોવા મળવાની છે.

આ મેગા બજેટ ફિલ્મથી બોલિવુડને ઘણી ઉમ્મીદ છે. લાંબા સમય બાદ આમિર ખાન સ્ક્રીન પર વાપસી કરવાનો છે, જેને કારણે તેના ચાહકોમાં આ ફિલ્મને લઇને ઘણો ક્રેઝ છે. આ ઉપરાંત, તે સુજોય ઘોષ દ્વારા નિર્દેશિત તેના OTT ડેબ્યુ પ્રોજેક્ટનું શૂટિંગ પણ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મ જાપાનીઝ નોવેલ ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’ પર આધારિત છે. ત્યાં સૈફ અલી ખાન વિક્રમ વેધમાં જોવા મળશે.

Shah Jina