દેશભરમાં છેલ્લા ત્રણ મહિનાથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, અને ગઈકાલે સોમવારથી લોકડાઉનમાં થોડી છૂટછાટ મળતી જોવા મળી, એ સાથે જ બોલીવુડના સિતારાઓ પણ ઘરની બહાર નીકળ્યા અને કેમેરામાં કેદ થતા જોવા મળ્યા, સરકાર દ્વારા માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું છે ત્યારે કેટલાક સિતારો માસ્ક વગર પણ જોવા મળ્યા, ચાલો આજે જોઈએ લોકડાઉન ખુલ્યા બાદ કયા કયા સિતારો જોવા મળ્યા.
કરીના કપૂર, સૈફ અલી ખાન અને તૈમુર પણ મરીન ડ્રાઈવ ઉપર વોક કરતા જોવા મળ્યા હતા. લોકડાઉન ખુલવાની સાથે જ તે દીકરા તૈમુરને લઈને વોક ઉપર નીકળી ગયા પરંતુ તેમને માસ્ક નહોતું પહેર્યું, સૈફ કરીના આને તૈમુરે પણ નહિ જેના કારણે સોશિયલ મીડિયામાં તે ઘણા જ ટ્રોલ થઇ રહ્યા છે. લોકોએ તેમને માસ્ક પહેરવાની પણ સલાહ આપી.
લોકડાઉનના કારણે છેલ્લા ઘણા સમયથી બોલીવુડના સિતારો પણ પોતાના ઘરમાં જ હતા અને ગઈકાલે છૂટ માલ્ટા જ તે પણ ઘરની બહાર વોક કરવા માટે આવી ગયા હતા. તેમાં રિયા ચક્રવર્તી અને નુસરત ભરૂચા જેવી અભિનેત્રીઓ પણ સામેલ હતી.
બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન લોકડાઉંનમાં ઘરમાં રહીને પણ પોતાની ફિટનેસનું પૂરું ધ્યાન રાખે છે. એવામાં તાજેતરમાં જ કરીનાએ જીમમાં વર્કઆઉટના દરમિયાન લીધેલી સેલ્ફી શેર કરી હતી, જે ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહી છે.

આ તસ્વીરમાં કરીના મેકઅપ કર્યા વગરની જ દેખાઈ રહી છે અને તેણે પાઉટ પણ બનાવી રાખ્યું છે.તસ્વીરને શેર કરતા કરીનાએ લખ્યું કે,”મને લાગે છે કે મારા હોઠ સૌથી વધારે વર્કઆઉટ કરે છે. મને લાગે છે કે હું એક દિવસમાં ઓછામાં ઓછા 100 વાર પાઉટ કરું જ છું”.

કરિનાની આ તસ્વીર તેના ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. તસ્વીર પર માત્ર ચાર કલાલમાં પાંચ લાખથી પણ વધારે લાઇક્સ આવી ચુકી છે. તેની પહેલા પણ કરીનાએ જિમ કર્યા પછીની સેલ્ફી શેર કરી હતી.
પુરા લોકડાઉનના સમયમાં કરીનાએ દીકરા તૈમુર અને સૈફ અલી ખાન સાથે ખુબ એન્જોય કર્યું હતું. અમુક દિવસો પહેલા કરીનાએ તસ્વીર શેર કરી હતી જેમાં તૈમુર સૈફ અલી ખાનના ખભા પર બેઠલો દેખાઈ રહ્યો છે. તસ્વીર શેર કરતા કરીનાએ લખ્યું કે,”સૈફે કહ્યું કે હું હંમેશા તારી સાથે છું, તો તૈમુરે કહ્યું કે સાચેમાં સાથે લો”.

કરીના કપૂર છેલ્લી વાર સ્વર્ગીય ઇરફાન ખાન સાથેની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’માં જોવા મળી હતી. લોકડાઉનને લીધે ફિલ્મની કમાણી પર ખુબ અસર પડી હતી. હવે પછી કરીના આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ માં જોવા મળશે. આ સિવાય કરીના મલ્ટી સ્ટારર ફિલ્મ ‘તખ્ત’માં પણ જોવા મળશે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.