બે-બે બાળકોની મમ્મી કરીનાએ 40 વર્ષની ઉંમરે આવું પહેર્યું, 7 તસવીરો જોઈને આંખો અંજાઈ જશે

બેગમ કરીના કપૂર ખાન હાલમાં માલદીવની અંદર રજાઓ મનાવી રહી છે. માલદીવમાં તેની સાથે તેનો પતિ સૈફ અલી ખાન અને બંને બાળકો પણ છે. આ દરમિયાન કરીના માલદીવમાંથી ઘણી તસવીરો પણ પોતાના સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. જે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થતી જોવા મળી રહી છે

16 ઓગસ્ટના રોજજ કરીનાએ સૈફ અલી ખાનના જન્મ દિવસ નિમિત્તે શુભકામનાઓ આપવાની પોસ્ટ સાથે બે તસવીરો પણ શેર કરી હતી. જેમાં એક તસ્વીરની અંદર તે બંને બાળકો અને સૈફ અલી ખાન સાથે જોવા મળી હતી તો બીજી તસ્વીરમાં સૈફ સાથે રોમાન્ટિક અંદાજમાં જોવા મળી હતી.

હવે કરીનાએ માલદિવમાંથી કેટલીક નવી તસવીરો પણ શેર કરી છે જેને સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે. કરીનાએ પોતાની ઇંસ્ટાગ્રામ સ્ટોરીની અંદર એક તસ્વીર શેર કરી છે જેમાં તે બ્લેક જોવા મળી રહી છે. આ તસ્વીરે સોશિયલ મીડિયામાં બધાનું ધ્યાન પણ ખેંચ્યું છે.

કરીનાએ પોતાની આ તસ્વીર શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે, “બીચ બમ”. આસ સાથે જ આ તસ્વીરની અંદર કરીનાનો દિલકશ અંદાજ પણ જોઈ શકાય છે, જે ચાહકોના હોશ પણ ઉડાવી રહ્યો છે.

કરીનાની બીજી પણ માલદીવ વેકેશન દરમિયાનની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે, જેમાં તેનો નો મેકઅપ લુક જોવા મળી રહ્યો છે. આ લુકમાં કરીના ખુબ શાનદાર દેખાઈ રહી છે. ખુલ્લા વાળા અને આંખોમાં માદકતા સાથે કરીનાની આ તસ્વીરને લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.

તમને જાણવી દઈએ કે કરીના અને સૈફે એક બીજાને લાંબા સમય સુધી ડેટ કર્યું અને ત્યારબાદ 16 ઓક્ટોબર 2012માં બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. લગ્નના ચાર વર્ષ બાદ કરીનાએ પોતાના મોટા દીકરા તૈમુરને જન્મ આપ્યો અને આ વર્ષે ફેબ્રુઆરીમાં તેને પોતાના નાના દીકરા જહાંગીરને જન્મ આપ્યો.

Niraj Patel