મનોરંજન

બૉલિવુડની બેગમ કરીના કપૂર ખાનને ખુબ જ પસંદ છે આ રંગ, એકવાર નહિ પણ અનેક વાર પહેરીને લૂંટી મહેફિલ

જ્યારે પણ ફેશન અને સ્ટાઈલની વાત આવે છે, તો કરીના કપૂરનું નામ લેવામાં આવે છે. કરીના કપૂરની સ્ટાઇલ હંમેશા ટોપ પર જ રહી છે,પછી તે ઓન સ્ક્રીન હોય કે ઓફ સ્ક્રીન. આ રંગને પસંદ કરે છે કરીના:
મોટાભાગે લોકો જે રંગ પહેરવાથી અચકાઈ છે તે રંગ કરીનાને ખુબ પસંદ છે. જો કે કરીના દરેક રંગ પહેરવાનું ખુબ જ પસંદ કરે છે પણ પીળો રંગ કરીના સૌથી વધારે પસંદ કરે છે. કરીનાએ અનેકવાર પીળા રંગના ડ્રેસ પહેરીને મહેફિલને લૂંટી છે.

1. યેલો ટ્યુબ ટૉપ:
ફિલ્મ કભી ખુશી કભી ગમમાં કરીના પૂ ના કિરદારમાં પીળા રંગનું ટ્યુબ ટૉપની સાથે પીળા રંગનું ફ્લોરલ ચોકર પહેરીને જોવા મળી હતી. તેનો આ લુક તેના અત્યાર સુધીના કીર્દારોમાં સૌથી વધુ પસંદ કરવામાં આવી હતી.

2. મૈકસી ડ્રેસ:
સમર ફેશનમાં પહેરવા માટે કરીનાની યેલો મેક્સી ડ્રેસ એકદમ પરફેક્ટ છે. કરીના ખુબ સારી રીતે જાણે છે કે પીળા રંગને કેવી રીતે સ્ટાઈલિશ બનાવવું. માઈલ્ડ મેકઅપની સાથે ખુલ્લા વાળ તેના લુકને સુંદર બનાવી રહ્યા છે.

3. કટ-આઉટ ડ્રેસ:
પોતાના ટોન્ડ મિડ્રિફ પોઝને ફ્લોન્ટ કરતા કરીનાએ પોતાની ફિલ્મના પ્રમોશનમાં પેસ્ટલ યેલો રંગનો કટ-આઉટ ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં કરીના દરેક વખતે સ્ટાઈલિશ લાગી રહી હતી.

4. યેલો-પિન્ક બોર્ડર સાડી:
કરીના વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલ લુકને પણ સારી રીતે સ્ટાઈલિશ કરવાનું જાણે છે. ચમકીલા પીળા રંગની ગુલાબી બોર્ડર વાળી સાડીને કરીના સિવાય કોઈએ પણ નથી પહેરી.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.