ટીવી હિરોઈન દિશા પરમારે માલદીવમાં લગાવ્યો હોટનેસનો તડકો, બિકીના લુકમાં ઉડાવ્યા ચાહકોના હોશ

બોલીવુડના નવા ભાભીએ પિંક બિકીમાં વરસાવ્યો કહેર, માલદીવમાં વરસાવી રહી છે વીજળીઓ.. જુઓ બોલ્ડ તસવીરો

ટીવીનો પ્રખ્યાત શો ‘બડે અચ્છે લગતે હૈ’ ફેમ અભિનેત્રી દિશા પરમાર આ દિવસોમાં તેના પતિ રાહુલ વૈદ્ય સાથે માલદીવ વેકેશન પર છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવા વાળી દિશાએ તાજેતરમાં જ રાહુલના જન્મદિવસે પતિ સાથે રોમેન્ટિક તસવીરો શેર કરી હતી. ચાહકોનો પ્રેમ મળવાની સાથે બંનેની તસવીરો ખુબ  વાયરલ પણ થઈ ગઈ હતી.

આ દરમ્યાન બંનેના ચહેરા પર સુંદર સ્મિત હતું. રાહુલના જન્મદિવસના એક દિવસ બાદ દિશાએ તેની તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી હતી. આ તસવીરોમાં તે પિંક અને બ્લૂ સ્વિમ આઉટફિટ પહેરેલી જોવા મળી રહી છે. તેણે બિકી સાથે ફ્લોવર પ્રિન્ટ શ્રગ પણ પહેરેલો છે.દિશાને આ પહેલા તેના ચાહકોએ આ અંદાજમાં જોઈ ન હતી. દિશા આ તસવીરોથી ચાહકોના દિલ ચોરી રહી છે. તસવીરમાં તે રાહુલને કિસ કરતી પણ જોવા મળી રહી છે. દિશા ખુલ્લા વાળ ગુલાબી લિપસ્ટિકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. કેટલીક તસવીરમાં દિશા સ્વિમિંગ પૂલમાં ચીલ કરતી જોવા મળી રહી છે.

દિશા પરમાર અને રાહુલ વૈદ્યના લગ્ન આ વર્ષે જુલાઈમાં થયા હતા. કોરોના મહામારીના કારણે બંને હનીમૂન પર જઈ શક્યા ન હતા તેથી હવે તેઓ સમય નીકાળીને માલદીવ પહોંચ્યા છે. દિશા ચાહકો સાથે હનીમૂનની ઘણી રોમેન્ટિક તસવીરો શેર કરી છે. તસવીરમાં તેની સામે રાખવામાં આવેલી પૂલ ટ્રેમાં ઘણું બધું ખાવાનું  છે. આ ખાવાની ડીશને શાનદાર અંદાજમાં શણગારવામાં આવી છે. તેમજ તસવીરમાં દિશાનું સ્મિત ચાહકોનું દિલ જીતી રહ્યું છે.

દિશા પરમાર અને રાહુલ વૈદ્ય એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા. સમય જતાં આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ. રાહુલ વૈદ્યે ‘બિગબોસ 14’માં દિશા પરમારને પ્રપોઝ કર્યું હતું. ‘બડે અચ્છે લગતે હૈં 2’માં દિશા એટલે કે પ્રિયા ટૂંક સમયમાં રામની દુલ્હન તરીકે જોવા મળશે.

દિશાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં તે શો ‘બડે અચ્છે લગતે હૈ’માં નજર આવી રહી છે. તે આ શોમાં પ્રિયા સૂદના રોલમાં છે. રાહુલ સાથે લગ્ન બાદ દિશાનો આ પહેલો શો છે. દિશા શોમાં નકુલ મહેતાની ઓપોઝીટ ભૂમિકામાં છે. દિશા અને નકુલ અગાઉ ‘પ્યાર કા દર્દ હૈ મીઠા-મીઠા પ્યાર પ્યારા’માં જોવા મળ્યા હતા. આ શોમાં બંનેને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

Patel Meet