ફિલ્મી દુનિયા

ભીખ માંગવાવાળી નાની છોકરીએ કરીના પાસે ભીખ માંગી અને કરીનાએ એવું કર્યું હતું કે…

કોરોનાને કારણે આંખી દુનિયા હેરાન થઇ ગઈ છે. જેના કારણે લોકડાઉન પણ લગાવવામાં આવ્યું તે છતાં પણ હાલત વધુ ખરાબ થઇ,

પરંતુ આ મહામારીની અસર શરીર ઉપરાંત લોકોની રોજગારી ઉપર પણ થઇ રહી હતી જેના કારણે લોકડાઉનમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે. જેમાં ફિલ્મોના શૂટિંગ પણ ફરીથી શરૂ થઇ ગયા છે.
તો આ દરમિયાન જ અભિનેત્રી કરીના કપૂર ખાને પણ તેના ચાહકો માટે ખુશ ખબરી આપી કે તે જલ્દી જ મા બનવાની છે. કરીના પ્રેગ્નેટ હોવા છતાં પણ હાલમાં શૂટિંગમાં વ્યસ્ત છે. તે ઈચ્છે છે કે પ્રેગ્નેસીની રજાઓ લેતા પહેલા બાકી રહેલા બધા જ કામ પુરા કરી લે.

શૂટિંગ દરમિયાન જ કરીના અલગ અલગ ડ્રેસમાં જોવા મળી. તેની આ તસવીરો પણ કેમેરામાં કેદ થઇ ગઈ. પાંચ દિવસમાં કરીના અલગ અલગ પ્રકારના પાંચ ડ્રેસમાં જોવા મળી હતી. અને તેના આ ડ્રેસ જોઈને કોઈપણ છોકરીને તેને પહેરવાની ઈચ્છા થઇ જાય.

કરીનાને એક એડ શૂટિંગ દરમિયાન સ્પોટ કરવામાં આવી હતી. આ પ્રસંગે તેને સિલ્વર રંગના બોલ્ડ ડ્રેસમાં નજર આવી હતી. આ ડ્રેસની અંદર બેબોનો સામાન્ય બેબી બમ્પ સ્પષ્ટ નજરે આવતો હતો. તેના વાળ ખુલ્લા હતા અને ચહેરા ઉપર હાસ્ય રાખીને તેને કેમેરાને પોઝ પણ આપ્યો હતો.

તો બીજા એક શૂટિંગ દરમિયાન કરીનાનો સ્પોર્ટી લુક પણ સામે આવ્યો હતો. કરીનાનો આ લુક પણ તેના ચાહકોને ખુબ જ પસંદ આવ્યો હતો.

થોડા સમય પહેલા જ કરીનાએ એક ફોટોશૂટ પણ કરાવ્યું હતું. જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી.

આ ફોટોશૂટમાં કરીનાએ સફેદ રંગનું મોનોટોન આઉટફિટ પહેર્યું હતું. જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.

વાત એમ છે કે ક્રિસમસના ખાસ તહેવારે કરીના કપૂર ખાન દીકરા તૈમૂર અલી ખાન સાથે બાંદ્રાના માઉન્ટ મેરી ચર્ચ પહોંચી. ચર્ચથી બહાર નીકળતા સમયે જયારે કરીના કપૂર ખાન દીકરા તૈમૂર સાથે પોતાની ગાડી તરફ જઈ રહી હતી, તો એક ભીખ માંગનાર છોકરી તેમના પગે આવીને વળગી ગઈ. પરંતુ કરીના આ છોકરીને અવગણીને આગળ વધી ગઈ. ત્યારે કરીના સાથે હાજર મહિલા પોલીસકર્મી પણ છોકરીને અભિનેત્રીથી દૂર કરતી દેખાઈ રહી છે.

આ વીડિયો માનવ મંગલાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. ત્યારે વિરલ ભિયાણીની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કરીના કપૂર ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા યૂઝર્સ પસંદ નથી કરી રહયા અને અને એક્ટ્રેસને ટ્રોલ કરી રહયા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

એક ટ્રોલરે લખ્યું છે કે આવા સમૃદ્ધ ઘરની સ્ત્રી પણ ભીખ માંગતી છોકરીને મદદ કરી શકતી નથી, શરમ આવવી જોઈએ. સાથે જ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ મહિલા પોલીસકર્મીને પણ ટ્રોલ કરી રહ્યાં છે.

જો આપણે કરીના કપૂર ખાનની ફિલ્મી કરિયરની વાત કરીએ તો કરીના કપૂરની ફિલ્મ ગુડ ન્યૂઝ 26 ડિસેમ્બરે રિલીઝ થઈ ચુકી છે. આ ફિલ્મમાં કરીનાની સાથે અક્ષય કુમાર, કિયારા અડવાણી અને દિલજીત દોસાંજ પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના ટ્રેલર અને મ્યુઝિકને પ્રેક્ષકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Image Source

નોંધનીય છે કે ફિલ્મ ગુડ ન્યુઝ બાદ કરીના કપૂર ખાન આમિર ખાન સાથેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. આ ફિલ્મમાં આમિર ખાન મુખ્ય ભૂમિકામાં છે. લાલ સિંહ ચઢ્ઢા હોલિવૂડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રિમેક છે. જણાવી દઈએ કે શૂટિંગના સેટ પરથી ઘણી તસ્વીરો સામે આવી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.