સેફની કરીના ગમે તે ઘડીએ બાળકને જન્મ આપી શકે છે, જુઓ કેવી ખુશખુશાલ આનંદ માણી રહી છે
બોલીવુડની બેબો કરીના કપૂર બીજીવાર માતા બનવાની છે અને હાલમાં તે પોતાના પ્રેગ્નેન્સી પીરીયડને ખુબ જ એન્જોય કરી રહી છે. અવાર નવાર કરીના પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે.
કરીનાના ચાહકો પણ તેની તસવીરો ઉપર ખુબ જ પ્રેમ વરસાવતા હોય છે. પ્રેગ્નેન્સીના દિવસોમાં પોતાને કમ્ફર્ટેબલ રાખવા માટે કરીના કફ્તાનમાં નજર આવે છે. હાલમાં જ કરીનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.
કરીનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની બે તસવીરો શેર કરી છે. જેની અંદર તે પાઉટ બનાવીને સેલ્ફી લઇ રહી છે અને તેને લાઈટ કલરનું કફ્તાન પહેર્યું છે. આ તસ્વીરોમાં કરીનાએ ચશ્મા પણ પહેરી રાખ્યા છે. કરીનાની આ તસ્વીર ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહી છે. ઘણા ચાહકો તેમાં કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક ચાહકે તો કોમેન્ટ કરતા લખ્યું છે કે, “ગોરે ગોરે મુખડે પે કાલા કાલા ચશ્મા”
View this post on Instagram
પ્રેગ્નેન્સી દરમિયાન કરીના કપૂર પોતાના મનગમતા ડ્રેસ કફ્તાનને ખુબ જ પ્રમોટ કરી રહી હ્ચે. જેના કારણે તેના એકાઉન્ટ ઉપર ઘણી તસવીરો પણ જોઈ શકાય છે. આ ઉપરાંત કરીના પબ્લિક પ્લેસ ઉપર પણ કફ્તાનમાં સ્પોટ થાય છે.
કરીના પોતાની પ્રેગ્નેન્સીને લઈને ખુબ જ કુલ છે અને સોશિયલ મીડિયા દ્વારા તે પોતાના ચાહકોને પણ જાણકારી આપતી રહે છે. થોડા દિવસ પહેલા જ કરીનાએ કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી જેમાં તે યોગા કરતા જોવા મળી હતી. બેબોની આ તસવીરો ખુબ જ વાયરલ પણ થઇ હતી અને તેની ખુબ જ પ્રસંશા પણ થઇ હતી.
તમને જણાવી દઈએ કે કરીના કપૂર બીજીવાર માતા બનવાની છે. પોતાના આ અનુભવને તે એક પુસ્તક દ્વારા પણ સમેટી રહી છે. જેની જાહેરાત તૈમૂરના જન્મ દિવસે કરવામાં આવી હતી. આ પુસ્તકનું ટાઇટલ “કરીના કપૂર ખાન પ્રેગ્નેન્સી બાઇબલ” રાખવામાં આવ્યું છે.