મનોરંજન

જાણો શું કહીને સૈફ અલી ખાને કરીના સાથે લિવ-ઇનમાં રહેવા માટે તેના મમ્મીને મનાવ્યા હતા- જાણો વિગત

અભિનેત્રી કરીના કપૂરનું જીવન મીડિયા સામે ખુલ્લી ડાયરી જેવું છે. કરીના કપૂર અને સૈફ અલી ખાન બોલીવૂડના એ કપલમાંથી એક છે કે જેમને પોતાના સંબંધો વિશે કઈ પણ છુપાવ્યું નથી. આજે બંને પોતાના વિવાહિત જીવનમાં ખુશ છે. પોતાની પ્રેગ્નેન્સીના દિવસોમાં પણ કરીના ખુલીને પોતાનું બેબી બમ્પ ફ્લોન્ટ કરતી હતી. એ જ કારણ છે કે એ મીડિયાની ફેવરેટ અભિનેત્રીઓમાની એક છે. આજે સૈફ અને કરિનાનો દીકરો તૈમુર પણ છે. લગ્નના 6 વર્ષ પછી તેમનો સંબંધ વધુ મજબૂત થઇ ગયો છે. તેમને લગ્ન પહેલા એકબીજાને 5 વર્ષ સુધી ડેટ કર્યા હતા અને પછી વર્ષ 2012માં લગ્ન કર્યા હતા.

Image Source

હાલમાં જ કરીનાએ સૈફ સાથેના પોતાના સંબંધના શરૂઆતના સમયની કેટલીક રસપ્રદ વાત કરી હતી. કરીનાએ હ્યુમન્સ ઓફ બોમ્બેને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે કઈ રીતે સૈફએ કરીનાની મમ્મીને લિવ ઈનમાં રહેવા માટે મનાવ્યા હતા. કરીનાને પામવા માટે સૈફે ઘણી મહેનત કરવી પડી હતી. સૈફે કરીના સાથે લિવ ઈનમાં રહેવા માટે તેમની મમ્મીને મનાવવા પડ્યા હતા.

Image Source

કરીનાએ કહ્યું, ‘જયારે હું અને સૈફ થોડા સમયથી એકબીજાને ડેટ કરી રહયા હતા. એ દરમ્યાન જ સૈફ એક દિવસ બોલ્યા કે હું 25 વર્ષનો નથી અને રોજ રાતે તને ઘરે મુકવા ન આવી શકું. તેમને મારી મમ્મીને સાથે વાત કરી અને કહ્યું ‘હું કરીના સાથે પોતાનું આખું જીવન વિતાવવા માંગુ છું, અમે સાથે રહેવા ઇચ્છીએ છીએ.’ મારી મમ્મીને આનાથી કોઈ પરેશાની ન હતી. સૈફ અલી ખાનને કોઈ જ મુશ્કેલી ન થઇ. જયારે અમે લગ્ન કરવાનો નિર્ણય કર્યો ત્યારે બધું જ આસાનીથી થઇ ગયું.’

કરીના કપૂરે જણાવ્યું કે ‘એક સમય હતો કે મને લાગી રહ્યું હતું કે મારી કારકિર્દી ખતમ થઇ જશે. એ દરમ્યાન જ મને સૈફ મળ્યા અને એ પછી બધું જ ઠીક થઇ ગયું.’ કરીનાએ તૈમૂરને લઈને જણાવ્યું કે ‘લગ્નના કેટલાક વર્ષો પછી તૈમૂર આવ્યો અને મારુ જીવન બદલાઈ ગયું.’ તેમને કહ્યું ‘હું અત્યારે મારા જીવનના એવા પડાવ પર છું કે જ્યા મારે કેરિયર અને પરિવાર વચ્ચે પસંદગી નથી કરવાની. હું બંને જ સારી રીતે સંભાળી રહી છું. તૈમૂર મને રોજ કામ કરવા માટે પ્રેરિત કરે છે અને મારે પોતાના જીવનમાં ઘણું બધું પ્રાપ્ત કરવાનું છે.’

અંગત જ નહિ પણ પ્રોફેશનલ જીવનમાં પણ સૈફ અને કરીનાએ ઘણી ફિલ્મો સાથે કરી છે. જેમાં ઓમકારા, ટશન, એજન્ટ વિનોદ, અને કુરબાન જેવી ફિલ્મો સામેલ છે. કરીના હવે ફિલ્મ તખ્ત અને ગુડ ન્યુઝમાં જોવા મળશે.જ્યારે ફેશનની વાત આવે છે ત્યારે બોલિવૂડની ટોપ અભિનેત્રી કરીના કપૂર ખાન હંમેશા લિસ્ટમાં ઉપર હોય છે. પોતાના સમગ્ર કરિયરમાં કરીનાએ શાનદાર ફિલ્મો કરવા સાથે પોતાના સ્ટાઈલ અને ફેશનના કારણે દેશભરની યુવતીઓ માટે રોલ મોડલ પણ બની ગઈ.