ખબર ફિલ્મી દુનિયા

સેફ હવે ચોથી વાર બાપ બનશે, તૈમુરનો ભાઈ/બહેન આવવાની તૈયારી છે કરીના ફરી પ્રેગ્નેન્ટ થતા ફેન્સમાં ખુશીનો માહોલ

બૉલીવુડ ટોપ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના લાડલા તૈમૂર અલી ખાન (Taimur Ali Khan)નો જ્યારથી જન્મ થયો છે ત્યારથી તે બધા તેની પાછળ પડ્યા છે

અને આજે તો સવારથી એવી અફવાઓએ જોર પકડયું હતું કે, આ કપલને બીજું બાળકના આવી રહ્યું છે. જયારે ખબર પડી કે કરીના કપૂર ખાન પ્રેગ્નેન્ટ છે તો ફૅન્સમાં ખુશીનો માહોલ છે.

બેગમ કરીના સૈફ અલી ખાનની બીજી વાઈફ છે. આની પહેલા તેની વાઈફ અમૃતા સિંહ હતી જેના થકી તેને બે બાળકો હતા. સારા અને ઇબ્રાહિમ. વધુમાં આ ઉપરાંત સૈફ અલી ખાન અને કરીના કપૂરનો એક પુત્ર તૈમૂર અલી ખાન છે. આમ બૉલીવુડ અભિનેતા સૈફ હવે ચોથા સંતાનનો પિતા બનવાનો છે તો કરીના બીજા સંતાનની માતા બનશે.

હવે તૈમૂરને લાડલી બહેન મળશે કે નાનો ભાઈ એ તો થોડી રાહ જોવાની રહેશે. પણ સૈફ અને કરીનાના ફેન્સ માટે આ મોટા સમાચાર છે. તમને જણાવી દઈએ કે આજે સારાનો બર્થ ડે છે અને આ પ્રસંગે સૈફે કરીના અંગેના આ ખુશખબરની જાહેરાત કરી હતી.

આની પહેલાં બેગમ કરીનાએ એક વખત ચૅટ શોમાં કહ્યું હતું કે, હું અને સૈફ અમારા પરિવારનો વિસ્તાર કરવાની યોજના બનાવી રહ્યાં છે. બસ, વધુ 2 વર્ષ અને પછી અમારું બીજું બાળક હશે.

Image Source

જયારે કરીના કપૂર પહેલી વાર પ્રેગ્નેન્ટ થઇ એ સમયે સતત ચર્ચામાં હતી અને સહુના આકર્ષણનું કેન્દ્ર બની હતી. ભલે તે ફિલ્મોમાં રોલ નહોતી કરતી. પરંતુ તે ગર્ભવતી હતી ત્યારે પણ તેણે કામ કરવાનું તો ચાલુ જ રાખ્યું હતું. તે સમય દરમ્યાન તે રેમ્પ વૉક કરતી જોવા મળી હતી. તેમજ કરીના હંમેશા બેબી બમ્પને ફ્લોન્ટ કરતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અભિનેત્રી કરીના કરણ જોહરની ‘તખ્ત’ અને આમિરની ‘લાલ સિંઘ ચઢ્ઢા’માં જોવા મળશે. કહેવાય છે કે, અભિનેત્રી પ્રેગનેન્સીના છેલ્લા દિવસોમાં પહોંચે તે પહેલાં જ ‘લાલ સિંઘ ચઢ્ઢા’નું શૂટિંગ પતાવી લેશે.