મનોરંજન

ખુબ જ આલીશાન છે કરીના કપૂરનું નવું ઘર, વાયરલ થઇ રહી છે તસવીર

કરીનાએ શેર કર્યો તેનાં આલીશાન નવાં ઘરનો પહેલો Photo, જુઓ

અભિનેત્રી કરીના કપૂર હાલ તો પોતાના પ્રેગ્નેન્સીના દિવસનો આનંદ માણી રહી છે, પરંતુ પોતાની બીજી પ્રેગ્નેન્સી પહેલા તે પોતાના નવા ઘરની અંદર શિફ્ટ થવાની તમામ તૈયારીઓ કરી ચુકી છે.

થોડા સમય પહેલા જ કરીનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની અંદર નવા ઘરની અંદર ઇન્ટિરિયર કરાવતી તસવીર શેર કરી હતી, જેને જોતા જ લાગી રહ્યું હતું કે કરીના પોતાના નવા ઘરનું દરેક કામ પોતાની જાતેજ  સંભાળી રહી છે.

કરીનાએ થોડા સમય પહેલા જ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર નવા ઘરની એક તસવીર પણ શેર કરી છે, જેની અંદર તેનું આ આલીશાન ઘરનો થોડો નજારો જોવા મળી રહ્યો છે.

કરીનાએ જે તસ્વીર શેર કરી છે તેમાં તેનો રૂમ દેખાઈ રહ્યી છે, જેમાં એક બેડ, ડાર્ક હાર્ડવુડ ફ્લોર, ગ્રીડ પૈનલિંગનીઓ સાથે ગ્લાસ ડોર અને ટેરેસ એરિયા જોવા મળી રહ્યો છે. આ તસ્વીર શેર કરવાની સાથે કરીનાએ ખાસ કેપશન પણ આપ્યું છે.

કરીનાએ તસ્વીર શેર કરવાની સાથે લખ્યું છે, “નવી શરૂઆતનો દ્વાર”. સોશિયલ મીડિયાની અંદર કરીનાના આ નવા ઘરની તસવીર ખુબ જ વાયરલ થઇ રહી છે. કરીનાના ચાહકો પણ આ તસ્વીરને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

કરીના કપૂર પોતાની પ્રેગ્નેન્સીના છેલ્લા સમય સુધી કામ કરતી જોવા મળી છે. તે રોજ પોતાના નવા ઘરની મુલાકાત લેતા પણ સ્પોટ થતી હતી. હાલ સૈફ તેના શૂટિંગની અંદર વ્યસ્ત છે ત્યારે કરીના તૈમુર સાથે એકલા જ સમય પસાર કરી રહી છે.