માલદીવથી હજુ ધરાઈ નથી કરીના ? પતિ સૈફ અલી ખાનનો જન્મ દિવસ માલદીવમાં ઉજવ્યા બાદ પોતાનો જન્મ દિવસ ઉજવવા પણ પહોંચી

બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન સોશિયલ મીડિયામાં અને લાઇમ લાઇટમાં સતત છવાયેલી રહે છે. વળી તે તેની બીજી પ્રેગ્નેન્સી બાદ તો વધુ ચર્ચામાં આવી ગઈ છે, થળોએ સમય પહેલા પતિ સૈફ અલી ખાનનો જન્મ દિવસ ઉજવવા માટે કરીના કપૂર ખાન માલદીવ પહોંચી હતી, અને ત્યાંથી તેને ઘણી તસવીરો પણ શેર કરી હતી.

ત્યારે હવે કરીના કપૂર ખાન તેનો જન્મ દિવસ ઉજવવા માટે પણ માલદીવમાં જ પહોંચી છે. જ્યાંની કેટલીક તસવીરો પણ સામે આવી રહી છે. કરીના ફરી એકવાર માલદીવ પહોંચી છે અને આ વખતે પણ તેનો પતિ સૈફ અલી ખાન અને બંને બાળકો તૈમુર અને જહાંગીર પણ માલદીવમાં રજાઓનો આનંદ માણી રહ્યા છે.

કરીના સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તે અવાર નવાર ઇન્સ્ટા સ્ટોરી અને ફીડમાં તેની તસવીરો પણ શેર કરતી રહે છે. હાલ માલદિવમાંથી પણ કરીનાએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં કેટલીક તસવીરો શેર કરી હતી. જે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.

કરીનાએ તેની પહેલી ઇન્સ્ટા સ્ટ્રોયમાં એક મોનોક્રોમ સેલ્ફી શેર કરી છે, જેમાં તે પોતાની જમણી બાજુ જોઈ રહી છે. આ તસ્વીર શેર કરવાની સાથે તેને કેપશનમાં “મૂડ 1” લખ્યું છે. તો બીજી એક તસવીરમાં તે ખુબ જ કેજ્યુઅલ ફોર્મ બતાવતી નજર આવી રહી છે અને તેના કેપશનમાં તેને “મૂડ 2” લખ્યું છે.

કરીનાની ત્રીજી તસ્વીર ખુબ જ પ્રેમાળ છે. કારણ કે આ તસ્વીરન અંદર તેનો નાનો દીકરો જહાંગીર અલી ખાન જોવા મળી રહ્યો છે. આ તસ્વીરની અંદર જહાંગીર રડતો નજર આવી રહ્યો છે. જહાંગીરે રડતા રડતા પોતાનો એક હાથ ઉઠાવી રાખ્યો છે. તેને જોઈને લાગી રહ્યું છે કે તે તેના મમ્મી પપ્પા પાસે જવા માંગે છે કે પછી કઈ માંગી રહ્યો છે.

જહાંગીરની તસવીરના બેકગ્રાઉન્ડમાં ભૂરો સમુદ્ર દેખાઈ રહ્યો છે. કરીનાએ આ તસ્વીર શેર કરવાની સાથે કેપશન પણ ખુબ જ શાનદાર લખ્યું છે. કરીનાએ આંખોની અંદર પ્રેમ ભરેલા ઈમોજી અને ફુગ્ગા સાથે લખ્યું છે, “ફોરએવર મૂડ”.

કરીનાએ એક બીજી તસવીર પણ શેર કરી છે. આ તસવીરની અંદર જોઈ શકાય છે કે એક બોટની અંદર સૈફ અલી ખાન અને તૈમુર દરિયાની અંદર એક બોટમાં ઉભેલા છે. આ સાથે જ તેને કેપશનમાં લખ્યું છે કે “ફરી એકવાર આઇલેન્ડ ઉપર.”

તમને જણાવી દઈએ કે કરીના અને સૈફ ગયા મહિને પણ માલદીવ આવ્યા હતા. ત્યારે તે માલદીવમાં 16 ઓગસ્ટના રોજ સૈફ અલી ખાનનો જન્મ દિવસ ઉજવવા માટે પહોંચ્યા હતા. સૈફના જન્મ દિવસે કરીનાએ એક ફેમેલી ફોટો પણ શેર કરી હતી, જેમાં તેની સાથે બંને બાળકો અને સૈફ જોવા મળી રહ્યા હતા.

Niraj Patel