હાથમાં કોફી કપ અને ચહેરા પર બ્લેક ગોગલ્સ સાથે ઘરેથી નીકળી કરીના કપૂર ખાન, તસવીરોમાં જુઓ સ્વેગ

આંખો પર કાળા ચશ્મા અને હાથમાં કોફી, પટૌડી બેગમ ગ્લેમરસ અવતારમાં દેખાઈ

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યા છે. તેને થોડા સમયથી ઘણીવાર ઘરની બહાર નીકળતી સ્પોટ કરવામાં આવે છે. ત્યારે હાલમાં જ તેને ઘરેથી બહાર નીકળતી સ્પોટ કરવામાં આવી હતી. બેબોની આ દરમિયાનની કેટલીક સ્ટાઇલિશ તસવીરો કેમેરામાં કેદ થઇ હતી.

કરીના કપૂર આ દરમિયાન કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. ત્યાં તેણે બ્લેક ગોગલ્સ, હાથમાં કોફી કપ સાથે સ્વેગથી ઘરની બહાર નીકળી હતી. કરીના આ દરમિયાન ઘણી રીફ્રેશ મૂડમાં જોવા મળી હતી. જણાવી દઇએ કે, કરીના સતત ઘણા કોમર્શિયલ અને ફેશન ટ્રેંડ્સ પર કામ કરી રહી છે.

હાલમાં જ તે લેક્મે ફેશન વીકમાં પહોંચી હતી. આ દરમિયાનનો તેનો લુક ચર્ચામાં રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કરીનાના બધા લુક સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતા હોય છે. તેને ઘણીવાર તેના દીકરાઓ સાથે પણ સ્પોટ કરવામાં આવે છે. થોડા સમય પહેલા તે પતિ સૈફ અને નાના દીકરા જેહ સાથે ઘરની બહાર સ્પોટ થઇ હતી.

તમને જણાવી દઇએ કે, આ વર્ષે જ કરીના કપૂરે તેના બીજા દીકરા જહાંગીરને જન્મ આપ્યો છે. દીકરાના જન્મના કેટલાક મહિના બાદ જ તે કામ પર પાછી આવી ગઇ હતી. આ વચ્ચે તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં તેનો ડિફરેંટ લુક જોવા મળ્યો.

થોડા સમય પહેલા જ કરીના તેના નાના દીકરા સાથે ઘર બહાર સ્પોટ થઇ હતી. કરીના અને તૈમુર સાથે સાથે હવે જેહ પણ તેની તસવીરોને લઇને ચર્ચામાં રહે છે. ઘણીવાર ઘર નીચે નૈનીના ખોળામાં જેહ જોવા મળે છે. જો કે, શરૂઆતમાં કરીના અને સૈફે તેમના દીકરાનો ચહેરો છૂપાવીને રાખ્યો હતો.

તમને જણાવી દઇએ કે, કરીના કપૂરની પ્રેગ્નેંસી પર આધારિત પુસ્તક “પ્રેગ્નેંસી બાઇબલ” ત્રણ દિવસ બાદ એમેઝોન પર ઉપલબ્ધ થશે. આ પુસ્તકમાં કરીનાની પ્રેગ્નેંસી સાથે જોડાયેલ અનુભવોને શેર કરવામાં આવ્યા છે. વાત કરીએ વર્કફ્રંટની તો કરીના જલ્દી જ આમિર ખાન સાથે ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા”માં જોવા મળશે.

Shah Jina