મનોરંજન

સૈફ નહીં પરંતુ કરિનાનો પહેલો ક્રશ હતો આ એક્ટર, કહ્યું કે- 8 વાર ફિલ્મ જોઈ હતી…જાણો ખુલાસો

કરીના કપૂર ખાનની કરિયર સારી રીતે ચાલી રહી છે. કરીના કપૂરની હાલ ત્રણ ફિલ્મનું પ્રોડક્શન કામ ચાલી રહ્યું છે. આ સિવાય કરીના કપૂરે ખાને રિયાલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં પણ પહેલીવાર ડેબ્યુ કર્યું છે. હાલમાં જ કરીનાએ તેના પહેલા ક્રશને લઈને ખુલાસો કર્યો હતો.

 

View this post on Instagram

 

Indian fiesta ❤️❤️🙏🙏 @candymag.in @nitinsingh.designer @farrahkader

A post shared by Rahul Roy (@officialrahulroy) on

મીડિયા રિપોર્ટ અનુસાર, શોના હોસ્ટ કરણ વાહીએ કરીનાને તેના ફર્સ્ટ ક્રશને લઈને પૂછ્યું હતુ. ઘણા સમય સુધી મનાવ્યા બાદ કરીનાએ જણાવ્યું હતું કે, તેનો પહેલો ક્રશ 90ના દાયકાનો એક્ટર રાહુલ રોય હતો. કરીનાએ રાહુલ રોયની પહેલી ફિલ્મ ‘આશિકી’ 8 વાર જોઈ હતી.

 

View this post on Instagram

 

😂😂🙌🙌

A post shared by Rahul Roy (@officialrahulroy) on

આ ફિલ્મ મહેશ ભટ્ટને ડાયરેક્ટ કરી હતી. 1990માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં રાહુલ રોય અને અનુ અગ્રવાલ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મના આલ્બમે જબરદસ્ત કામયાબી હાંસલ કરી હતી.

 

View this post on Instagram

 

Love ❤❤❤❤ #anniversary

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

કરિનાની આ વાત સાંભળીએ ખુદ રાહુલ પણ હેરાન થઇ ગયો હતો. જે સમયે ફિલ્મ રિલીઝ થઇ તે સમયે રાહુલ રોયની ઉંમર 22 વર્ષની હતી. આ ફિલ્મ બાદ રાહુલને એક બાદ એક ફિલ્મ મળવા લાગી હતી. પરંતુ એક પણ ફિલ્મ સફળ થઇ ના હતી.

ફિલ્મોમાં સિવાય રાહુલ રોય ‘બિગ બોસ સીઝન-1માં પણ નજરે આવ્યો હતો. શો દરમિયાન તે વધુ પડતો ચૂપ જ રહ્યો હતો. રાહુલે આ શો જીત્યો હતો. વર્ષ 2017માં રાહુલે ભાજપ જોઈન કર્યું હતું.

તો કરિનાની વાત કરવામાં આવે તો તેને સૈફ સાથે 2012માં લગ્ન કરી લીધા હતા. સૈફ અને કરીનાને પુત્ર તૈમુર છે. તે પણ મીડિયામાં ચર્ચામાં રહે છે. હાલમાં જ કરીના-સૈફે તેની 7મી વેડિંગ એનિવર્સરી મનાવી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.