કામ પર જતા પહેલા દીકરા જહાંગીરને ખોળામાં લઈને રમતી જોવા મળી કરીના, નો મેકઅપ લુકમાં ચહેરા ઉપર જોવા મળ્યા લાલ નિશાન

દીકરા જહાંગીરને બાહોમાં લઈને સ્પોટ થઇ કરીના, 7 PHOTOS બોલ્યા કરીનાનું ફિગરમાં ઘણો બદલાવ આવી ગયો

બોલીવુડની બેબો કરીના કપૂર હાલ તેના બીજા બાળકના નામને લઈને ખુબ જ ચર્ચામાં છે. તેને પોતાના પુસ્તક “પ્રેગ્નેન્સી બાઇબલ”માં પોતાના બીજા બાલકનો ખુલાસો કર્યો છે. તેને પોતાના બીજા બાળકનું નામ જહાંગીર રાખ્યા બાદ સોશિયલ મીડિયામાં ઘણા લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.

કરીનાએ પોતાના દીકરાના જન્મ બાદ તેની કોઈ તસ્વીર પણ મીડિયામાં શેર નહોતી કરી કે ના તેના નામનો ખુલાસો પણ કર્યો હતો, જેના ઘણા લાંબા સમય બાદ જ્યારથી તેના દીકરાનું નામ સામે આવ્યું છે તેના બાદ તેના દીકરાનો ચહેરો પણ મીડિયા સામે આવી ગયો છે.

કરીના તેના દીકરા જહાંગીર સાથે અવાર નવાર સ્પોટ થાય છે. થોડા દિવસ પહેલા તે પોતાના બંને બાળકો અને પતિ સાથે માલદીવ રજાઓ અને સૈફ અલી ખાનનો જન્મ દિવસ મનાવવા માટે ગઈ હતી, જ્યાંથી પણ તેની ઘણી તસવીરો સામે આવી હતી.

ત્યારે હવે કરીના માલદિવથી પરત ફરી ચુકી છે. અને પોતાની પ્રેગ્નેન્સી બાદ તે પોતાના કામ પાર પણ પરત ફરવા લાગી છે. કરીના કામ ઉપર જતા પહેલા તેના બીજા દીકરા જહાંગીર સાથે સ્પોટ થઇ હતી, જેની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયામાં સામે આવી રહી છે.

આજે બુધવારની સવારે બેબો તેના દીકરા સાથે એપાર્ટમેન્ટના કેમ્પસમાં નજર આવી હતી. આ દરમિયાન તે મેકઅપ વગર જોવા મળી હતી અને તેના ચહેરા ઉપર લાલ નિશાન પણ જોવા મળી રહ્યા હતા.

કરીનાએ વ્હાઇટ-બ્રાઉન પ્રિન્ટેડ શોર્ટ ફ્રોક પહેર્યું હતું. તે તેના દીકરા જેહને ઘરની બહાર ખોળામાં લઈને આવી હતી. માતાના ખોળામાં જેહ ખુબ જ ખુશ નજર આવી રહ્યો હતો. તે ખોળામાં બેઠા બેઠા જ બધી વસ્તુઓને ધ્યાનથી જોઈ રહ્યો હતો.

સામે આવેલી તસ્વીરોમાં કરીના પોતાના દીકરાને કપાળ ઉપર ચુંબન આપતી જોવા મળી રહી છે. જેના બાદ તે જેહને તેની નૈની પાસે આપી દે છે. કરીના કોઈ કામ માટે બહાર જઈ રહી છે. કરીનાએ પોતાના દીકરાને કામ ઉપર જતા પહેલા બહુ જ બધો પ્રેમ પણ કર્યો હતો.

સોશિયલ મીડિયામાં કરીના અને તેના દીકરા જેહની આ તસવીર ખુબ જ વાયરલ થઇ રહી છે. ચાહકો પણ તેની આ તસ્વીરોને ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ પહેલા પણ જેહની ઘણી તસવીરો સામે આવી ચુકી છે.

Niraj Patel