6 મહિનાનો જહાંગીર માલદીવ્સમાં કરી રહ્યો છે જલસા, અમ્મી કરિનાની બાહોમાં જોવા મળ્યો- જુઓ PHOTOS
બેગમ કરીના કપૂર ખાન હાલ માલદીવની અંદર પોતાના પતિ અને બંને બાળકો સાથે રજાઓનો આનંદ માણી રહી છે, આ દરિયાન કરીનાની રજાઓ મનાવતી ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે, ત્યારે હાલમાં જ કરીનાએ દીકરા જહાંગીરને કમરમાં લઈને એક તસ્વીર શેર કરી છે.
બકરીનાએ જે તસ્વીર શેર કરી છે તેમાં તે માલદીવમાં જોવા મળી રહી છે. આ તસ્વીરમાં કરીના બ્લેક રંગની મોનોકીની પહેરી અને બીચ સાઈડ ઉપર બેઠી છે. સાથે જ તેને કાળા ચશ્મા અને વાળને ખુલ્લા રાખ્યા છે. ખાસ વાત તો એ છે કે કરીનાએ પોતાના દીકરા જહાંગીરને ખોળામાં ઊંચક્યો છે. આ ખાસ ક્ષણો ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહી છે.
પોતાની ઇન્સ્ટાસ્ટોરીમાં આ તસવીર શેર કરવાની સાથે જ કરીનાએ કેપશનમાં લખ્યું છે, “લાઈટ, કેમેરા, નેપટાઇમ” આ પહેલા પણ કરીનાએ બ્લેક મોનોકીનીમાં તસ્વીર શેર કરી હતી. જે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહી.
કરીના અને સૈફ અલી ખાને લાંબા સમય સુધી પોતાના દીકરાનું નામ છુપાવીને રાખ્યું હતું, પરંતુ કરીનાએ જેવું જ તેનું પુસ્તક “પ્રેગ્નેન્સી બાઇબલ” લોન્ચ કર્યું કે તેમાં તેના દીકરાના નામનો ઉલ્લેખ થયેલો જોવા મળ્યો. કરીનાએ તેના દીકરાનું નામ જહાંગીર રાખ્યું છે. જેને લઈને સોશિયલ મીડિયામાં ઘણા લોકો સૈફ અને કરીનાને ટ્રોલ પણ કરવા લાગ્યા હતા.
કરીના સૈફ અલી ખાનના જન્મ દિવસની ઉજવણી કરવા માટે માલદીવ ગયા હતા, ત્યાંથી કરીનાએ કેટલીક તસવીરો પણ શેર કરી હતી સાથે જ સૈફને જન્મ દિવસની શુભકામનાઓ પણ પાઠવી હતી. કરીનાએ શેર કરેલી તસ્વીરોમાં તેના બંને બાળકો પણ જોવા મળી રહ્યા હતા.