7 મહિનાની પ્રેગ્નેટ બેગમે પહેર્યો એટલો ટાઈટ ડ્રેસ, વધેલા પેટ સાથે ચાલવું પણ થયું રહ્યું છે મુશ્કેલ, તે છતાં પણ કરી રહી છે આ કામ
અભિનેત્રી કરીના કપૂર ખાન હાલમાં તેની બીજી પ્રેગ્નેન્સીનો આનંદ માણી રહી છે. તેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી જોવા મળે છે. કરિનાનો બેબી બંપ પણ સ્પષ્ટ નજરે આવે છે. ત્યારે હાલમાં તે ખુબ જ ટાઈટ કપડામાં સ્પોટ થયેલી જોવા મળી છે. જેની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.

કરીના કપૂરનો હાલ 7મોં મહિનો ચાલી રહ્યો છે. હવે તો કરીનાને વધેલા પેટને લઈને હરવું ફરવું પણ મુશ્કેલ થઇ રહ્યું છે. તે છતાં પણ કરીના પોતાના બાકી રહેલા તમામ કામ પુરા કરી રહી છે. આ દરમિયાન જ તે બ્લેક ડ્રેસની અંદર સ્પોટ થયેલી જોવા મળી.

કરીનાનો આ બ્લેક ડ્રેસ ખુબ જ ટાઈટ હતો. તેના વાળ પણ ખુલ્લા હતા અને ચહેરા ઉપર પણ એક અલગ જ ચમક જોવા મળી રહી હતી. હાલમાં જ કરીના રેડિયો ચેટ શોના શૂટિંગ માટે મુંબઈના એક સ્ટુડિયોની બહાર નજર આવી હતી.

આ પહેલા કરીના કપૂર સૈફ અલી ખાન સાથે મુંબઈના એક ક્લિનિકની બહાર નજરે આવી હતી., માનવામાં આવે છે કે કરિના રૂટિન ચેકઅપ માટે ક્લિનિક ગઈ હતી. આ દરમિયાન સૈફ પત્ની કરીનાને સંભળાતો નજરે આવ્યો હતો.

પ્રેગ્નેન્સીમાં કરીના પોતાનું સંપૂર્ણ ધ્યાન રાખી રહી છે. તે તેના સ્વાસ્થ્યથી તેના આહાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગર્ભાવસ્થા દરમિયાન કરીનાના ચહેરાની ગ્લો ઓછી થઈ નથી. જોકે તેનું વજન સતત વધતું જ રહ્યું છે. તેણે કેટલીક એડ શૂટ પણ કરી છે.
View this post on Instagram
હાલ કરીના કપૂરે પોતાની ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા”નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આ ફિલ્મમાં તે આમિર ખાન સાથે મુખ્ય ભૂમિકામાં નજર આવશે. કરીના કપૂર પ્રેગ્નેન્સી દરમિયાન પણ પોતાના અધૂરા રહી ગયેલા શૂટિંગને પુરા કરતી જોવા મળે છે.