બીજા બાળકની ડિલિવરી પછી કરીના ખાને બનાવ્યું આવું ફિગર, 7 તસવીરો જોતા જ ફેન્સ મોહિત થઇ ગયા
બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાને થોડા સમય પહેલા જ તેના બીજા દીકરાને જન્મ આપ્યો છે. બાળકના જન્મના કેટલાક દિવસ બાદ તે ફરી એકવાર એક્ટિવ થઇ ગઇ છે. હાલમાં જ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયાા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. જેમાં કરીના કપૂરનો પોસ્ટ પ્રેગ્નેંસી લુક ચર્ચાનો વિષય બન્યો છે.
કરીના કપૂર ખાન પિંક સ્ટ્રાઇપ્ડ ડ્રેસ પહેેર્યો હતો. જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. કરીનાએ તેના લુકને મિનિમલ મેકઅપ અને ઓપન હેરથી કમ્પલિટ કર્યો હતો. તે આ લુકમાં ખૂબ જ સ્ટનિંગ લાગી રહી હતી.
કરીનાએ પેપરાજી સામે ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં પોઝ આપ્યા હતા. ચાહકો કરીનાની આ તસવીરોને ઘણી પસંદ કરી રહ્યા છે. કરીનાના આ લુકની પ્રશંસા ચાહકો ખૂબ જ કરી રહ્યા છે. કરીનાનો આ લુક જોઇ તો બધા હેરાન છે.
તમને જણાવી દઇએ કે, કરીનાને જેવી જ ગાડીમાંથી ઉતરતી જોઇ પેપરાજી તેની તસવીરો કેમેરામાં ક્લિક કરવા લાગ્યા. કરીનાએ કોરોના વાયસરના કારણે સેફટી માટે મોં પર માસ્ક કરી કર્યુ હતુ.
પેપરાજીએ કરીનાને માસ્ક હટાવવાની રિકવેસ્ટ કરી તો કરીનાએ એક શરત રાખી હતી. કરીનાએ જરૂરી દૂરી બનાવવા કહ્યુ અને તે બાદ સોશિયલ ડિસ્ટન્સ મેઇનટેન કરી કરીનાએ માસ્ક હટાવી પોઝ આપ્યા હતા. કરીનાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
કરીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે જલ્દી જ ફિલ્મ “લાલ સિંહ ચડ્ઢા”માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે આમિર ખાન જોવા મળશે.
View this post on Instagram