લાલ કપડામાં હુસ્ન પરી બનીને નીકળી કરીના, ફેન્સ બોલ્યા બીજું બાળક જેહને ઘરે મૂકીને….જુઓ PHOTOS
બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન બી ટાઉનની એ હસીનાઓમાંની એક છે જેની ડ્રેસિંગ સ્ટાઇલ કમ્ફર્ટ મામલે બિલકુલ પરફેક્ટ હોય છે. અદાકારાને ખૂબ જ સારી રીતે ખ્યાલ રહે છે કે તેને પોતાની ફેશનને ટ્રેંડ બનાવાની છે. આ જ કારણ છે કે બેબો જે પણ આઉટફિટ કેરી કરે છે તેમાં ગ્રેસ સાથે બોલ્ડનેસનો તડકો પણ જરૂર જોવા મળે છે.
કરીનાનો હાલનો જે લુક સામે આવ્યો છે, તેમાં તે કોઇ હુસ્ન પરીથી કમ નથી લાગી રહી. કરીનાને તેના કોઇ શુટ દરમિયાન પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેની ઘણી તસવીરો પેપરાજીએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. આ તસવીરોમાં તે રેડ ડ્રેસમાં જોવા મળી રહી છે.
કરીનાએ જે ગાઉન પહેર્યુ હતુ. તે વન શોલ્ડરમાં હતુ. જેમાં વેસ્ટલાઇન પર ડ્રેપિંગ પેટર્ન જોવા મળી રહી હતી. ફ્લોરેંથ વાળા આ આ ગાઉનમાં સાઇડથી કટ આપવામાં આવ્યો હતો. જે તેમાં પ્લીટ્સ આપવા સાથે વધુ ઘેરદાર બનાવી રહ્યો હતો.
કરીનાએ આ આઉટફિટ સાથ ડાર્ક રેડ લિપસ્ટિક, કોહલ્ડ આઇઝ, ફાઉન્ડેશન અને વાળને સેંટરથી પાર્ટીશન કરી કર્લ્સમાં ખુલ્લા રાખ્યા હતા. આ લુકમાં કરીના સુપર ગોર્જિયસ લાગી રહી હતી. આ ગાઉન નવ શોલ્ડરમાં હતુ જે અદાકારાને પરફેક્ટ બોલ્ડ લુક પણ આપી રહ્યુુ હતુ.
કરીના કપૂર તેની બીજી ડિલીવરી બાદ હવે કામ પર પાછી આવી ગઇ છે. કેટલાક શો અને એડ્સમાં નજર આવ્યા બાદ એકવાર ફરી કરીનાને શુટિંગ સેટ પર સ્પોટ કરવામાં આવી. જયાં એક તરફ તે શુટિંગ પર પાાછી આવી ગઇ છે, ત્યાં જ સૈફ અલી ખાન તૈમુરનું ધ્યાન રાખતા નજર આવ્યા. કરીના અને સૈફની આ તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે.
તસવીરોમાં જોઇ શકાય છે કે, કરીના ઉપરાંત બીજા અનેક લોકો છે, જેમણે માસ્ક કેરી કર્યુ છે. આ તસવીરો પરથી અંદાજ લગાવી શકાય છે કે, સેટ પર કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યુ છે. પેપરાજીએ ક્લિક કરેલ તસવીરોમાં અદાકારા સ્માઇલ કરતી પણ જોવા મળી રહી છે.
ત્યાં જ બીજી તરફ સૈફ પણ કરીનાના ગેરહાજરીમાં તૈમુરનું ધ્યાન રાખતા જોવા મળ્યા. તેમને દીકરા સાથે બાંદ્રામાં બેકરી શોપ બહાર સ્પોટ કરવામાં આવ્યા. તેમની સાથે તૈમુરની નૈની પણ હતી. હાલમાં જ કરીનાને પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી અને આ દરમિયાન તે નો મેકઅપ લુકમાં પણ ગજબની ખૂબસુરત લાગી રહી હતી.

આ દરમિયાન કરીનાએ પેપરાજીને ઘણા પોઝ પણ આપ્યા હતા અને તે ઘણી ખૂબસુરત લાગી રહી હતી. કરીના કપૂરની આ તસવીરો ત્યારની છે જયારે તે મહેબૂબ સ્ટુડિયો પહોંચી હતી. આ દરમિયાન કરીના કપૂરના પોસ્ટ પ્રેગ્નેંસી ગ્લોની ખૂબ ચર્ચા થઇ રહી છે. કરીનાનો ચહેરો ખૂબ જ શાઇન કરી રહ્યો છે.
કરીનાની આ દરમિયાનની સામે આવેલ તસવીરોમાં જોઇ શકાય છે કે, તે ઘણી ખુશ જોવા મળી રહી છે. તેણે કેઝયુઅલ આઉટફિટ કેરી કર્યો છે અને નો મેકઅપ લુક સાથે તેણે તેના વાળને પોની ટેલ કર્યા છે. તેણે આ લુક સાથે શુઝ કેરી કર્યા છે.
View this post on Instagram