મનોરંજન

કરીના કપૂર ખાન તળાવમાં કમળો વચ્ચે મસ્તીના મૂડમાં જોવા મળી, તસ્વીર થઇ વાયરલ

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન હાલમાં ફિલ્મ અંગ્રેજી મીડીયમના શૂટિંગમાં વ્યસ્ત છે, આ ફિલ્મમાં તે અભિનેતા  જોવા મળશે. સાથે જ તે ટેલિવિઝન પર એક ડાન્સ રિયાલિટી શોમાં જજની ભૂમિકામાં પણ જલ્દી જ જોવા મળશે. તે આ શોના શૂટિંગમાં પણ ઘણી વ્યસ્ત છે, પરંતુ આ બધી જ વ્યસ્તતા વચ્ચે તેની એક તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે.

સોશિયલ મીડિયા પર છવાયેલી આ તસ્વીરમાં કરીના કપૂર એક તળાવમાં દેખાઈ રહી છે, જેમાં તેની ચારે તરફ કમળના ફૂલો ખીલેલા દેખાઈ રહયા છે. કરીના સાથે આ તળાવમાં બીજા લોકો પણ હાજર છે, જે શૂટિંગની તૈયારીમાં લાગેલા દેખાઈ રહયા છે. આ તસ્વીરમાં કરીના કપૂરનો લૂક ખૂબ જ જોરદાર દેખાઈ રહ્યો છે.

જણાવી દઈએ કે કરીનાની આ તસ્વીર કોઈ એડશૂટની છે જેમાં કરીનાનો મેકઅપ પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ મિક્કી કોન્ટ્રાકટરે કર્યો છે. આ તસ્વીરમાં કરીના પોતાની ટિમ સાથે મસ્તી કરતી દેખાઈ રહી છે. રવિવારે શેર કરવામાં આવેલી આ તસ્વીરને લોકો ખૂબ જ પસંદ કરી રહયા છે.

ફિલ્મોની વાત કરીએ તો મળેલી માહિતી અનુસાર, કરીના કપૂર ખાન બોલિવૂડના પરફેક્શનિસ્ટ આમિર ખાનની આગામી ફિલ્મ લાલ સિંહ ચડ્ડામાં જોવા મળશે. 3 ઈડિયટ્સ અને તલાશ પછી ફરીથી આ જોડી ફિલ્મી પડદે જોવા મળશે.

 

View this post on Instagram

 

@danceindiadance.official thanks for this picture 😗😗

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

આ સિવાય કરીના કપૂર ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’માં જજની ભૂમિકામાં જલ્દી જ ટેલિવિઝન પર જોવા મળશે. આ સિવાય કરીના કપૂરની આગામી ફિલ્મ ગુડ ન્યુઝ હશે જે આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થઇ શકે છે. આ ફિલ્મમાં કરિનાની સાથે અક્ષય કુમાર, કિયારા અડવાણી અને દિલજિત દોસાંજ પણ જોવા મળશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks