મનોરંજન

હોસ્પિટલથી રજા મળતા જ કરીના કપૂર કરી બેઠી આ કામ, ચાહકો આવ્યા ટેન્શનમા…ફેન્સ બોલ્યા પ્લીઝ આરામ કર

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાને 21 ફેબ્રુઆરીના રોજ તેના બીજા દીકરાને જન્મ આપ્યો છે. તે અને દીકરો બંને સ્વસ્થ છે. કરીનાએ મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો છે. કરીનાને ડિલીવરી બાદ હોસ્પિટલમાંથી રજા મળી ચૂકી છે અને તે ઘરે પણ આવી ગઇ છે.

કરીના પ્રેગ્નેંસીના છેલ્લા સમય સુધી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહી હતી અને હવે કરીના ડિલીવરી બાદ હોસ્પિટલમાંથી રજા મળતા ફરી સોશિયલ મીડિયા પર એક્ટિવ થઇ ગઇ છે.

Image source

કરીનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર પતિ સૈફ સાથે જોડાયેલી પોસ્ટ શેર કરી છે. કરીનાએ સૈફ અલી ખાનની અપકમિંગ ફિલ્મ “ભૂત પુલિસ”નું પોસ્ટર શેર કરતા કેપ્શન લખ્યુ છે કે, ‘હાસ્ય સાથે બૂમો પાડવા માટે તૈયાર થઇ જાવ #BhootPolice 10 સપ્ટેમ્બરે આવી રહી છે. #NewNorallsParanormal ‘

આ ફિલ્મમાં બોલિવુડના નવાબ સૈફ અલી ખાન સાથે અર્જુન કપૂર, જેકલીન ફર્નાંડિસ અને યામી ગૌતમ પણ સામેલ છે. આ ફિલ્મ 10 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રીલિઝ થશે. આ ફિલ્મનું શુટિંગ હિમાયલ પ્રદેશના ઘણા હિસ્સામાં થયુ છે.

Image source

તમને જણાવી દઇએ કે, કરીના કપૂરે હાલમાં જ તેના બીજા બાળકને જન્મ આપ્યો છે. કરીના તેના પ્રેગ્નેંસી પિરીયડ દરમિયાન ખૂબ જ ચર્ચામાં રહી છે. તે કયારેક તેના પ્રેગ્નેંસી લુકને લઇને તો કયારેક પ્રેગ્નેંસી દરમિયાન કામને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી રહી હતી.

Image source

ઉલ્લેખનીય છે કે, કરીનાના બીજા બાળકના જન્મ સાથે સૈફ અલી ખાન ચાર બાળકોના પિતા બની ગયા છે. કરીના અને સૈફનો એક દીકરો તૈમુર છે, જે સોશિયલ મીડિયા પર ઘણો પોપ્યુલર છે અને બોલિવુડના પોપ્યુલર સ્ટાર કિડ્સમાં સામેલ છે.

Image source

સૈફ અલી ખાને કરીના સાથે લગ્ન પહેલા બોલિવુડ અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના ઘણા વર્ષો બાદ તેઓ અલગ થઇ ગયા હતા. સૈફ અને અમૃતાના બે બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન છે.