કરીના કપૂર બોલિવૂડની નંબર વન અભિનેત્રી છે. કરીના કપૂરની પોસ્ટ તેના ચાહકોને એટલી પસંદ આવે છે કે તેઓ તેને થોડી જ સેકન્ડમાં વાયરલ કરી દે છે. કરીના કપૂરે ઘણીવાર કહ્યુ છે કે તે કેટલી ફૂડી છે. અને તેણે અત્યાર સુધીના તેના ઘણા વીડિયોમાં આ વાતનો પુરાવો આપ્યો છે.કરીના કપૂર પંજાબી પરિવારની છે અને પંજાબીઓને ખાવા પીવાનો કેટલો શોખ છે તે આપણે કહેવાની જરૂર નથી. કરીના ખાવાની પણ શોખીન છે અને સ્વાદિષ્ટ ફૂડ જોઈને તે પોતાની જાત પર કાબૂ રાખી શકતી નથી. કરીના કપૂર તાજેતરમાં માલદીવમાં રજાઓ ગાળીને પરત આવી છે.
આ વેકેશનમાં તૈમુર, જેહ, કરિશ્મા કપૂર, કરિશ્માના બંને બાળકો કિયાન અને સમાયરા પણ તેમની સાથે હતા. તેણે મુંબઈ પરત આવતાની સાથે જ કામ કરવાનું શરૂ કરી દીધું છે. કરીના હંમેશા પોતાને ફૂડી કહે છે. જો કે તેની અદભૂત ફિટનેસને જોતા ઘણા લોકો આ વાત પર વિશ્વાસ કરતા નથી. કરીનાએ ઈન્સ્ટાગ્રામ પર હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બિરયાની ખાતી જોવા મળી રહી છે.જણાવી દઇએ કે, અભિનેત્રી કરીના કપૂર પોતાનું ખૂબ ધ્યાન રાખે છે.
અભિનેત્રી તેના ઝીરો ફિગર માટે ફેમસ થઈ ગઈ છે, પરંતુ જો તેની સામે કોઇ ફૂડ આવે તો તે પોતાની જાતને રોકી શકતી નથી અને આવું જ કંઈક તાજેતરમાં એક વીડિયોમાં જોવા મળ્યું હતું જેમાં તે બિરયાનીની જોરદાર મજા લેતી જોવા મળે છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કરીના તેની આખી ટીમ સાથે છે. તે પોતાની થાળીમાં બિરયાની કાઢે છે. તેની ટીમના સભ્યો પણ એક પછી એક બિરયાની ખાય છે અને ભોજનના વખાણ કરે છે.
કરીના કહે છે, ‘આ ડબ્બો ખાલી થઈ જશે.’ આ સાથે તે કહે છે કે કાલે તે મગની દાળની ખીર લાવશે. વિડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું- ‘સોમવારે બ્લૂઝ બિરયાની… આવતીકાલની સ્વીટ માટે પ્લાનિંગ થઈ ચૂક્યું છે.’આ વીડિયો પર ચાહકોની સાથે સાથે સેલેબ્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કરીનાની નણંદ સબા પટૌડીએ વીડિયો પર હાર્ટ ઈમોજી બનાવ્યું છે. કરિશ્મા કપૂરે લખ્યું- ‘હું બિરયાની મિસ કરી રહી છું.’ કરીનાની ફ્રેન્ડ પૂનમ દમણિયા લખે છે, ‘ઉફ્ફ માય ફેવરિટ.’ રાખી સાવંતે કહ્યું, ‘મને પણ મોકલો.’
View this post on Instagram
એક યુઝરે કહ્યું, ‘આ જોઈને મારા મોંમાં પાણી આવી ગયું. એક યુઝરે કહ્યું, ‘બિરયાની ફક્ત નવાબની પત્ની જ હોઈ શકે છે જે ચમચીથી ખાય છે.’ બીજાએ લખ્યું, ‘મને પણ ભૂખ લાગી છે.’ ઉલ્લેખનીય છે કે, હાલમાં જ કરીનાના આગામી પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી. તે નેટફ્લિક્સ ફિલ્મ કરી રહી છે. સુજોય ઘોષ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં જયદીપ અહલાવત અને વિજય વર્મા મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય કરીનાની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ છે. આ ફિલ્મમાં તે આમિર ખાન સાથે જોવા મળવાની છે.