બોલિવુડ નવાબ સૈફ અલી ખાન અને અભિનેત્રી કરીના કપૂર હાલમાં જ તેમના બીજા બાળકના પેરેન્ટ્સ બન્યા છે. કરીના કપૂરે 21 ફેબ્રુઆરીના રોજ તેના બીજા બાળકને અને તૈમુરના નાના ભાઇને જન્મ આપ્યો છે.
કરીના અને તેના બાળકને મળવા માટે બોલિવુડ સેલેબ્સ તેમના ઘરે પહોંચી રહ્યા છે. હાલમાં જ કરીના અને તેના દીકરાને મળવા તેની ગર્લગેંગ એકસાથે પહોંચી હતી. ડિલીવરી બાદ પહેલીવાર કરીના ગર્લગેંગ સાથે જોવા મળી હતી.
View this post on Instagram
બોલિવુડ અભિનેત્રી અને કરીના કપૂરની બહેન કરિશ્મા કપૂરે બુધવારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ખાસ તસવીર શેર કરી હતી. આ તસવીરમાં કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, મલાઇકા અરોરા, અમૃતા અરોરા, નતાશા પૂનાવાલા અને મનીષ મલ્હોત્રા એકસાથે જોવા મળ્યા હતા.
નતાશાએ આ તસવીરને શેર કરતા લખ્યુ કે, ગેંગ સાથે એક રાત. ઘણુ બધુ બદલાઇ ગયુ પરંતુ એવું લાગે છે કે, કંઇ જ નથી બદલાયું. અમારી દુનિયામાં સ્વાગત છે ટીમના નાના ભાઇ.
View this post on Instagram
નતાશાના કેપ્શનથી એ અંદાજ લગાવવામાં આવે છે કે, આ ખાસ પાર્ટી તૈમુરના નાના ભાઇ અને કરીના-સૈફના નાના દીકરાની આવવાની ખુશીમાં હતી.તમને જણાવી દઇએ કે, નતાશા એ દુનિયાના સૌથી મોટા વેક્સીન નિર્માતા સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇંડિયાની એગ્ઝીક્યુટિવ ડાયરેકટર છે. પોતાના બિઝનેસ પ્રોફાઇલ ઉપરાંત તે તેની ફેશન સેંસ માટે પણ ઘણી મશહૂર છે.
નતાશા દેશના વેક્સીન મેન અદાર પૂનાવાલાની પત્ની છે. કરણ જોહર, કરીના કપૂર ખાન, મનીષ મલ્હોત્રા, પ્રિયંકા ચોપડા જેવા અનેક સેલેબ્સ નતાશાના ઘણા નજીકના મિત્રો છે.
