કરીનાએ તેના “પ્રેગ્નેન્સી બાઇબલ”માં કર્યો મોટો ધડાકો, ગર્ભાવસ્થામાં ખાવા લાગી હતી નોનવેજ, જણાવ્યું કેટલો આવી ગયો હતો બદલાવ

પેટમાં સેફનું ચોથું બચ્ચું હતું ત્યારે કરીના ખાન ખાતી હતી માસ અને આંગળીઓ તો… જાણો અંદરની વાત

બૉલીવુડ અભિનેત્રી અને અભિનેતા સૈફ અલી ખાનની બીજી પત્ની બેગમ કરીના કપૂર ખાન હાલ તેના પુસ્તક “પ્રેગ્નેન્સી બાઇબલ”ને લઈને ખુબ જ ચર્ચામાં છે. આ પુસ્તકની અંદર કરીનાએ ઘણી બાબતોના ખુલાસા કર્યા છે. હાલ તેને પોતાના ડાયટને લઈને પણ મોટો ખુલાસો આ પુસ્તકમાં કર્યો હોવાનું સામે આવ્યું છે.

કરીનાએ જણાવ્યું છે કે તે સામાન્ય રીતે વેજિટેરિયન ડાયટ ફોલો કરે છે. પરંતુ બીજી પ્રેગ્નેન્સી દરમિયાન તે ખુબ જ વધારે પ્રમાણેમાં નોનવેજ ખાવા લાગી હતી. કરીનાએ પોતાના પુસ્તકમાં જણાવ્યું છે કે, “જ્યારે હું પ્રેગ્નન્ટ નહોતી ત્યારે મને વેજીટેરિયન રહેવું જ પસંદ છે. જોકે, પ્રેગ્નન્ટ થયા બાદ હું મીટ માટે ક્રેવિંગ બની ગઈ હતી.”

તેને પ્રેગ્નેન્સીમાં પોતાના ડાયટ વિશે આગળ જણાવ્યું હતું કે, “મીઠું, સોયા તથા અન્ય વસ્તુઓ ખાવાની ઘણી જ ઈચ્છા થતી હતી. મને એવું લાગ્યું કે હું અલગ જ વ્યક્તિ બની ગઈ છું.” કરીનાએ જણાવ્યું કે તેને ખુબ જ ખાવાનું ખાધું છે. અહીંયા સુધી કે તેની આંગળીઓ પણ સોજાઇ ગઈ હતી.

તેને જણાવ્યું કે “મેં અર્થમાં મહિના બાદ મારી વીંટીઓ પણ કાઢી નાખી હતી. મારે મારી વેડિંગ રિંગ અને પેપરોની વચ્ચે પસંદગી કરવાની હતી. તો મેં પેપરોની પસંદ કર્યું. આ પહેલા પણ બેબોએ ઇન્સ્ટાગ્રામ ઉપર પ્રેગ્નેન્સી બિંગો શેર કર્યું હતું. જેમાં તેને કહ્યું હતું કે તેને ગર્ભાવસ્થા દરમિયાન શું શું અનુભવ થયો.

ક્રિયાને જણાવ્યું હતું કે પ્રેગ્નેન્સી દરમિયાન તેને પોતાના સ્ટ્રેચમાર્ક્સનું ટેંશન થયું હતું. તે પિઝાથી દૂર નહોતી રહી શકી. પોતાના બાળક વિશેના સપના જોયા કરતી હતી. હસતા હસતા રડવા લાગી હતી.

Niraj Patel