કરીના કપૂરને હોસ્પિટલમાંથી મળી ગઈ રજા, પતિ સૈફ, દીકરા તૈમુર અને છોટે નવાબ સાથે થઇ સ્પોટ, જુઓ તસવીરો અને વીડિયો

બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી કરીના કપૂર તેની પ્રેગ્નેન્સીને લઈને સતત ચર્ચામાં રહી હતી, ત્યારે તેને 21 ફેબ્રુઆરી રવિવારના રોજ જ એક દીકરાને જન્મ આપ્યો હતો. જેના કારણે ચાહકોમાં પણ ખુબ જ ખુશી જોવા મળી હતી.

ત્યારબાદ આજે મંગળવારના રોજ કરીનાને હોસ્પિટલમાંથી રજા મળી ચુકી છે અને પોતાના છોટે નવાબને લઈને પતિ સૈફ અને દીકરા તૈમુર સાથે પોતાના ઘર તરફ જવા માટે રવાના થઇ હતી તે દરમિયાન જ તેની કેટલીક તસવીરો પણ ફોટોગ્રાફરે પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.

કરીના કપૂરની ડિલિવરી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલની અંદર કરવામાં આવી હતી. દીકરાના જન્મ બાદ કરીના અને તેનો દીકરો બંને સ્વસ્થ હતા, આજે કરીના ડિસ્ચાર્જ થતા જ પોતાના ઘરે જવા માટે રવાના થઇ.

કરીનાને હોસ્પિટલાંથી રજા મળવા ઉપર તેને લેવા માટે તેનો પતિ સૈફ અલી ખાન પોતે જ આવ્યો હતો. તેની સાથે દીકરો તૈમુર પણ જોવા મળ્યો હતો.

હોસ્પિટલથી ઘરે જવા દરમિયાન હોસ્પિટલની બહાર જ ફોટોગ્રાફરો તેને પોતાના કેમેરામાં કેદ કરવા માટે આતુર હતા છતાં પણ કરિનાની એક પણ સ્પષ્ટ તસ્વીર તેઓ લઇ શક્યા નહિ.

 

કરીનાના જન્મેલા બાળકની તસવીરો લેવાનો પણ ફોટોગ્રાફરે ખુબ જ પ્રયત્ન કર્યો હતો છતાં પણ તેની સ્પષ્ટ તસ્વીર તેઓ કેદ ના કરી શક્યા, જયારે કરીના તેને કારમાં લઈને બેસી ગઈ ત્યારે તસ્વીર ક્લિક થઇ પરંતુ તેમાં પણ છોટે નવાબનો ચહેરો સ્પષ્ટ ના દેખાઈ શક્યો.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

તૈમૂરના જન્મ સમયે પણ તૈમુરની હોસ્પિટલની અંદરથી જ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ હતી. તેના બાદ તૈમુર સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ છવાઈ ચુક્યો હતો. પરંતુ આ વખતે કરીના અને સૈફ બંનેએ પોતાના બીજા બાળકની પ્રાઇવસીનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

ફોટોગ્રાફર માનવ મંગલાની દ્વારા કરીનાના ઘરે પહોંચવા ઉપર તેનો એક વીડિયો પણ બનવવામાં આવ્યો છે જેમાં તે પોતાની ગાડી દ્વારા ઘરે આવી રહી છે.

Niraj Patel