કારમાંથી ઉતરતાની સાથે જ એક મહિલા ચાહકે કરીના કપૂરને ઘેરી લીધી, લોકો બોલ્યા.. “બિચારીની એક નાનકડી ઈચ્છા પણ ના પુરી કરી..” જુઓ વીડિયો
Kareena Kapoor Trolled : બોલીવુડ (bollywood) ના સેલેબ્રિટીઓ અવાર નવાર કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહેતા હોય છે. પેપરાજી પણ આ સેલેબ્સ જ્યાં પણ જતા હોય છે ત્યાં તેમની પાછળ જ હોય છે અને તેમને સ્પોટ કરીને તેમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હોય છે, જે જોતજોરાતમાં વાયરલ પણ થઇ જાય છે. ત્યારે હાલ બોલીવુડની ખ્યાતનામ જોડી કરીના અને સૈફ (kareena and saif) નો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
અભિનેત્રી કરીના કપૂર અને સૈફ અલી ખાન મુંબઈમાં ડિનર ડેટ માટે બહાર નીકળ્યા. હોટલ પર પહોંચતા જ કરીનાને રસ્તા પર એક ફેન મળી જે તેના હાથને સ્પર્શ કરવા માંગતી હતી. જ્યારે કરીનાએ તેને પ્રેમથી ના પાડી અને ત્યાંથી ચાલી ગઈ. ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા પેપરાજી વીડિયોમાં કરીના અને સૈફ તેમની કારમાં ડેટ નાઈટ માટે આવતા જોવા મળે છે.
જ્યારે સૈફે ગ્રે ટી-શર્ટ સાથે કેઝ્યુઅલ લુક રાખ્યો હતો, તો કરીનાએ બ્લેક પેન્ટ સાથે પીળા રંગનું ટોપ પહેર્યું હતું. કારમાંથી નીચે ઉતર્યા બાદ એક ચાહકે કરીનાને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યારે કરીના કપૂરે મીડિયા અને અન્ય લોકોને હાથ જોડીને અભિવાદન કર્યું ત્યારે તે એકદમ અસ્વસ્થ દેખાતી હતી.
આ દરમિયાન જ તેની એક ચાહક તેની પાસે આવી અને કહ્યું, “એક બાર હાથ લગાને દો”. પરંતુ કરીનાના બોડીગાર્ડે તેને હટાવી દીધી અને કરીના પણ ઝડપથી હસતી હસતી બહાર નીકળી ગઈ. કરીનાએ ફેન્સને જોવા માટે થોડીવાર પાછળ જોયું. વિડિયો ઓનલાઈન સામે આવ્યા પછી તરત જ કેટલાકે કરીનાનો પક્ષ લીધો જ્યારે અન્યોએ તેના વર્તન સામે વાંધો ઉઠાવ્યો.
View this post on Instagram
એક સોશિયલ મીડિયા યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું, ‘જો કોઈ સામાન્ય હોત, તો તેણે હાથ મિલાવ્યા ન હોત… આજ કાલ લોકોને કોઈ વિશ્વાસ નથી, તેઓ શું કરી શકે? તે તેમની ભૂલ નથી. આ સામાન્ય છે. એકે કહ્યું, ‘તે ખરાબ છે, તેણે આવું ન કરવું જોઈતું હતું.’ તમને જણાવી દઈએ કે કરીના છેલ્લે ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળી હતી. તેણે હાલમાં જ તેની આગામી ફિલ્મ ‘ધ ક્રૂ’નું શૂટિંગ શરૂ કર્યું છે.