ખબર ફિલ્મી દુનિયા

હિમાચલમાં રજાઓ માણ્યા બાદ મુંબઈ પરત ફરી રહી છે કરીના કપૂર, પોતાની છેલ્લી તસ્વીર શેર કરીને કહ્યું.. “હેલો ….

પ્રેગ્નન્સીમાં પણ ફરી રહી છે બેગમ કરીના, 4 તસ્વીરો જોઈને લોકોએ કરી ટ્રોલ

બોલીવુડની સુંદર અભિનેત્રી કરીના કપૂર હાલ પોતાના પ્રેગ્નેંસીના દિવસોને એન્જોય કરી રહી છે. આ દરમિયાન જ તે પોતાના પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમુર સાથે હિમાચલમાં રજાઓ પણ માણી રહી છે. ત્યારે હવે તે પોતાની રજાઓ પૂર્ણ કરી અને મુંબઈ પરત ફરી રહી છે જેની છેલ્લી તસ્વીર કરીનાએ શેર કરી છે.

કરીના પાલમપુરમાં પોતાની છેલ્લી રજાઓ માણવા માટે પહોંચી હતી અને ત્યાંથી જ તેને આ છેલ્લી તસ્વીર શેર કરી છે. આ તસ્વીરની સાથે જ તેને એ વાતની પણ જાણકારી આપી છે કે તે મુંબઈ પરત ફરી રહી છે.

Image Source

આ તસ્વીરની અંદર તે કાળા ચશ્મા લગાવીને સ્વિમિંગ પુલની પાસે બેસી સેલ્ફી લઇ રહી છે. પોતાની તસ્વીર શેર કરતા કરીનાએ કેપશનમાં લખ્યું છે કે: “બાય બાય પાલમપુર”

Image Source

કરીનાએ આગળ આ તસ્વીરની સાથે લખ્યું છે કે: “કેટલો શાનદાર અનુભવ, હેલો મુંબઈ. હું ઘરે પાછી આવી રહી છું” કરીનાની આ તસ્વીરને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. તો કરીનાની બેસ્ટ ફ્રેન્ડ મલાઈકા અરોડાએ કરિનાની આ તસ્વીર ઉપર કોમેન્ટ કરીને લખ્યું છે કે: “આ પહાડ તને ખુબ જ મિસ કરશે.”

કરીના કપૂરના જો વરકફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી જલ્દી જ આમિર ખાન સાથેની ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા”માં નજર આવવાની છે. આ ફિલ્મમાં તે મુખ્ય ભૂમિકામાં નજર આવશે. હાલમાં જ તેને આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે.